ચોટીલા : કોવિડ હોસ્પિટલની કેબિનેટ મંત્રીએ મુલાકાત લીધી

સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો ત્યારે લોકોની સજાગતા અને આરોગ્ય કર્મીઓની દિવસ રાત અથાગ સેવા અંગેની મહેનત સાથે હાલ કોરોના વાયરસનું સંક્રમણ માં કાબુ મેળવેલ છે ત્યારે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે આવેલ કોવિડ હોસ્પિટલની કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવડીયાએ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.અને અધિકારીઓ અને તબીબો ને લોકો તેમજ જાગૃત નાગરિક સાથે આ કપરા સમય મા સૌ સાથે રહીને આકોરોના મહામારી થી બચવા માટેની સલાહ સૂચનો કર્યા હતા.
ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે આવેલ કોરોના હોસ્પિટલની કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવડીયા એ મુલાકાત કરી હતી જેમાં પ્રાંત અધિકારી આર.બી.અંગારી.મામલતદાર પી.એલ.ગોઠી,આરોગ્ય વિભાગના સુનિલ ઉપાધ્યાય,ડો મુકેશ સાકરીયા,ડો.રવિ.ઝાપડીયા સહિત અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ મહામત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ,શહેર ભાજપ પ્રમુખ જયદીપભાઈ ખાચર,પ્રવીણભાઈ જાંબુકીયા ઉપસ્થિત રહયા હતા આ મુલાકાતે સમયે ધન્વંતરી રથ ગામડા ઓમાં ફેરવીને લોકોને કોરોના અંગે સમજણ આપીને કોરોના ટેસ્ટ કરાવે તેમજ કોરોના સંક્રમિત થયેલ દર્દીઓઓને પુરી સારવાર અને દવાઓ મળી રહે તે અંગે સૂચનો આપીને માર્ગદશન પૂરું પાડ્યું હતું અને આરોગ્ય અધિકારીઓને જાગૃત નાગરિક તેમજ લોકો ની સાથે રહીને આ કપરા સમય માંથી બહાર આવવા માટે પ્રયાસો હાથ ધરવા અને હોસ્પિટલ કોરોના અંગે દવાઓ તેમજ જરૂરી સાધનો અને તેમજ અન્ય જરૂરી વસ્તુઓ ખૂટતી હોય તો તે બાબતે પણ વાકેફ કરવામાં આવ્યા હતા.અને હાલ કોરોના વાયર્સનું સંક્રમણ માં ઘટાડો થતા 10 જેટલા બેડ ખાલી હોવાથી તે અંગે આરોગ્ય કર્મીઓ ના કામ ની પ્રશંસા કરી હતી.