ચોટીલા : ચામુંડા યુવા ગ્રુપ દ્વારા 50 બેડનુ કોવિડ આયસોલેશન સેન્ટર બનાવાયું

ચોટીલાથી રાજકોટ તરફ જતા નેશનલ હાઇવે પર આવેલ ચામુંડા અતિથિગૃહ ખાતે ચામુંડા યુવા ગ્રુપ દ્વારા ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારો ના લોકો માટે હાલ આવા કપરા સમયે કોરોના વાયરસના સંક્રમણ માં આવેલ દર્દીઓ માટે કુદરતી અને શાંત વાતાવરણ સાથે 50 બેડ ની કોવિડ આયશોલેશન સેન્ટર ઉભું કરાયું હતું.
ચોટીલા ના ચામુંડા યુવા ગ્રુપ દ્વારા 50 બેડનું કોવિટ આયશોલેશન સેન્ટર બનાવ્યું
કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધવાને કારણે ગામના યુવાનોએ લોક ભાગીદારી થી જમવા થી લઈને તમામ પ્રકારની સુવિધાઓ રાજકોટ તરફ જતા હાઇવે પર આવેલ ચામુંડા અતિથિગૃહ ખાતે ઉભી કરવામાં આવી
ચોટીલા પંથકના 80 જેટલા ગામો હોસ્પિટલ માં સારવાર માટેની સગવડ સાથે કોવિડ આયોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવી છે.ચોટીલા ના યુવાનો દ્વારા આરોગ્યની ટીમ ની સાથોસાથ ઊભા રહી અને રાત દિવસ તમામ પ્રકારની મહેનત કરી રહ્યા છે
ફ્રુટ જ્યુસ લીંબુ શરબત જમવાની વ્યવસ્થા જેવી તમામ વસ્તુઓ દર્દીઓને આ યુવાનો દ્વારા પૂરી પાડવામાં આવે છે
આરોગ્ય અને ચામુંડા અતિથિગૃહ ના ટ્રસ્ટી મંડળ તેમજ મેરુભાઈ ખાચર સહિત અન્ય આગેવાનોના સહકારથી હાલ ચોટીલાના મા ચામુંડા યુવા ગ્રુપના બલવીરભાઈ ખાચર, ભુપતભાઇ ધાધલ,પ્રવીણભાઈ જાંબુકીયા,મોહસીનખાન પઠાણ સહિતના યુવાનોએ એક ઉમદા ઉદાહરણ અહીં પુરું પાડ્યું છે.તાત્કાલિક ધોરણે બેડ થી લઇ જમવા સુધીની તમામ સુવિધાઓ આરોગ્ય ની મદદથી અહીં કોવિટ આયશોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે.