ચોટીલા : જુગાર અંગે રેડ કરતા ભાગેલ યુવાનની લાશ મળી આવી

ચોટીલા પંથક માં ભીમઅગિયારસ આવતી હોવાથી જુગાર રમવાનું અહીંના લોકો મહત્વ ધરાવતા હોય છે જેને લઈને નાની મોલડી પોલીસે મોડી રાતે ઢોકડવા ગામે જુગાર અંગે રેડ કરતા 7 ઈસમો ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
ચોટીલાના ઢોકડવા ગામે જુગાર અંગે રેડ કરતા પોલીસે 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે ઢોકડવા ગામ નો ભાવેશભાઈ હદાણી નામનો યુવાન જુગાર રમવા આવ્યો હતો પરંતુ પોલીસ રેડ કરે તે પહેલાં વંડી કૂદીને નાશી છૂટ્યો હતો. જુગાર અંગે રેડ પડી હોવાની મૃતક યુવાન ના પરિવારના સભ્યો નાની મોલડી પોલીસ મથકે દોડી આવ્યા હતા.અને જુગાર માં કોણ કોણ ઝડપાયું છે તે અંગે જાણવા મળ્યા બાદ ભાવેશભાઈ નામના યુવાનની તેના પરિવારે શોધખોળ કરતા કુવા માંથી લાશ મળી આવી હતી.અને વંડી કૂદીને ભાગી છુટેલ ભાવેશ પાંછળ બે પોલીસ ગયેલ જેના સગડ પણ મડયા હોવાનું પરિવારે જણાવ્યું હતું. અને અંધારા માં કુવા પડેલ આ યુવાન અંગે અમોને જાણ કરી હોત તો આ યુવાન યુવાન બચી જાત આ અંગે જવાબદાર સામે પણ ગુન્હો દાખલ કરી અમોને ન્યાય મળે તેવી અમારી માંગણી કરી હતી.