ચોટીલા : પોલીસ મથકે કોવિડ 19ને ધ્યાને રાખીને લોકદરબાર યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા ની અધ્યક્ષતા ચોટીલા પોલી મથકે હાલ કોરોના વાયરસ ની મહામારી ને ધ્યાને લઈને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોટીલા પોલીસ મથકે જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા ની અધ્યક્ષતા માં કોરોના વાઇરસ ની મહામારી ધ્યાને લઈને લોકદરબાર યોજાયો હતો.જેમાં ચોટીલા સી.પી.આઈ..આર ડી.પરમાર. પોલીસ ઇન્સ્પેકટર એન.એસ.ચૌહાણ તેમજ શહેરીજનો અને વેપારીઓ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્તીથ રહ્યા હતા.આ લોકદરબારમાં હાલ ચોટીલા પોલીસની કામગીરી અંગે સર્વ સંતુષ્ટછો કે નહીં અને લોકોને પોલીસ તરફથી પડતી અગવડતા અંગે પ્રશ્નો પૂછવમાં આવ્યા હતા અને હાલ કોરોના વાયરસ અંગે શુ શહેર માં પરિસ્થિતિ છે અને વેકસીન અંગે લોકોની કેટલી જાગૃતતા છે જેવી ચર્ચાઓ કરવામાં આવી હતી.અને હાલ 43 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે જેમાં વધુ તંત્ર દ્વારા 9 વધુ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવેલ છે તે અંગે શહેરીજનો અને વેપારીઓને જણાવ્યું હતું અને હવે પછી ચોટીલા પોલીસ મથક માં કુલ 52 પોલીસ કર્મીઓ પોતાની ફરજ બજાવશે.આ ચર્ચા સાંભળતા શહેરીજનો તેમજ વેપારીઓમાં આનંદ ની લાગણીઓ છવાઈ ગઈ હતી.અને જિલ્લાના એસ.પી.એ વધુ માં જણાવ્યું કે હજુ કોરોના વાઇરસ જતો રહ્યો નથી તો દરેક લોકોએ માસ્ક તેમજ સોસીયલ ડિસ્ટન્ટ જેવી સરકારી ગાઈડ લાઈન નું પાલન કરવા અંગે સૂચન કર્યું હતું અને લોકદરબાર માં પધારેલા સૌ શહેરીજનો અને વેપારીઓનો આભાર પણ માન્યો હતો.