ચોટીલા : મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીએ આવેદન પત્ર સુપત્ર કર્યું

ચોટીલા સહિત 80 થી વધુ ગ્રામ્યવિસ્તારોમાં લોકોને આધારકાર્ડ ની કામગીરી કરાવવા માટે ધક્કાઓ ખાવા પડે છે ત્યારે ચોટીલા આમઆદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી આવેનપત્ર સુપત્ર કરવામાં આવ્યું હતું.
ચોટીલા તાલુકાના જુની મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ કઢાવવાની કામગીરી શરૂ છે ત્યાં લોકોની લાઈનો તેમજ રાત્રે સાર વાગ્યેથી લાઇન લાગી હોયછે એક અરજદાર ત્રણથી વધુ આંટાફેરા કરવા પડતા હોય છે અને અંતે ધરમધકા ખાવા પડતા હોય છે આ ધકા ખાધા બાદ આધારકાર્ડની કામગીરી થતી હોય છે જેને લઈને ચોટીલા આમ આદમી પાર્ટીના ના પ્રમુખ દેવકરણભાઈ જોગરાણા,મહામંત્રી,અજીતભાઈ ખોરાણી,રાજુભાઈ સાગઠીયા શહેર મંત્રી તાલુકાનાસેલ પ્રમુખ રમેશભાઈ ડાભી તેમજ જીલ્લા મંત્રી હર્ષદભાઈ ત્રિવેદી સહિત હોદ્દેદારોએ નાયબ મામલતદાર જે.ડી.ચિહ્નલાને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર સુપત્ર કર્યું હતું. જેમાં ચોટીલા તાલૂકા માં દસેક સ્થળો પર નવુ આધારકાર્ડ કઢાવવાની કામગીરી શરૂ થાય તેવી માંગ કરી હતી.