ચલથાણ : અવધ શાગ્રીલા બંગ્લોઝ પર પલસાણા પોલીસ દ્વારા દરોડા

સુરતના પલસાણા ખાતેથી પસાર થતા મુંબઈ,અમદાવાદ નેશનલ હાઈવે નંબર ૪૮ ની પાસે આવેલ અવધ શાગ્રીલા બંગ્લોઝ પર પલસાણા પોલીસ દ્વારા રેડ કરાતા ૨૫ જેટલા નબિરાઓને દારૂની મહેફીલ માણતા ઝડપી પડાયા હતા રેડ દરમિયાન છ સ્પા ચલાવનાર મહીલાઓ પૈકી બે વિદેશી લલનાઓનો પણ સમાવેશ થવા જાય છે.
પ્રાપ્ત થતી માહીતી અનુસાર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક રૂપલબેન સોલંકી ની લીડરશીપ હેઠળ પલસાણા પોલીસ ટીમ દ્વારા પ્રોહીબીશન ગુના અંતર્ગત સ્પેશ્યલ ડ્રાઇવ રખાય હતી જે સંદર્ભે પલસાણા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ પ્રવિણસિંહ સરવૈયા નાઓને બાતમી મળતા વહેલી સવારે પોલીસ દ્વારા રેડ કરાઈ હતી જેથી લલનાઓ સાથે મહેફીલ માણી રહેલા નબીરાઓની પાર્ટીમાં ખલેલ પહોંચી હતી પોલીસ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો ખાતે એય્યાસીના અડ્ડા એવા બંગ્લા નંબર ૪૭ પર કરાયેલ રેડ દરમિયાન ૧૪૨ નંગ અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત ૩૦ હજાર જેટલી થવા જાય છે.
રેડ દરમિયાન ઝડપાયેલ ૧૯ પુરુષો ૬ મહીલાઓ પાસેથી જપ્ત કરાયેલ મોબાઇલ કિંમત રૂપિયા ૧ લાખ ૬૯ હજાર,વાહનો તેમજ વિદેશી દારૂ મળી કુલ ૨૭ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો તેમજ ઝડપાયેલ છ લલનાઓ પૈકી બેંગકોંગ ની અલીયા સોમાભાઈ ખામપુ તેમજ ફકામાત સોમ્બૂન કેટવુટ નો સમાવેશ થાય છે જે સિવાયના મહેફીલ માણી રહેલા સુરતના વરાછા,કાપોદ્રા,સરથાણા,અડાજણ પરવત પાટીયા, કામરેજ સહિત અંકલેશ્વર, ઘોઘા તેમજ ભાવનગરના નબિરાઓ પોલીસ હાથે ઝડપાઇ ગયા હતા જ્યારે બંગ્લા નંબર ૪૭ ના માલિક હરેશભાઈ મોરડીયાને વોન્ટેડ જાહેર કરાયો હતો જોકે હાલ તો પોલીસ દ્વારા ઝડપાયેલ બેંગકોંગ ની બે વિદેશી લલનાઓ તથા સમાજ માટે કલંકિત મનાય તેવા ૨૩ નબિરાઓ પર કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગુનો નોંધાવા પામ્યો છે ત્યારે આગળ ની વધુ તપાસ પોલીસ દ્વારા કરાઈ રહી છે.