ચલથાણ : અવધ શાગ્રીલા બંગ્લોઝના બંગ્લા નંબર ૪૭ પર પોલીસે દરોડા પાડ્યા

નામી અવધ શાગ્રીલા બંગ્લોઝ મહેફીલ મામલાની તપાસ સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપવામા આવતા તમામ વિરુદ્ધ ટ્રાફિક ઈમોરલ એક્ટ મુજબનો ગુનો નોંધવા કોર્ટ સમક્ષ એલ.સી.બી.દ્વારા રીપોર્ટ કરાયો હોવાની માહીતી મળી રહી છે
મળતી માહિતી મુજબ કઠીત ૩૦ હજારના વિદેશી દારૂ મહેફીલ પાર્ટી પ્રકરણમાં પલસાણા પોલીસ દ્વારા નેશનલ હાઇવે નંબર ૪૮ ની બાજુમાં આવેલ નામી હાઈફાઈ માલેતુજાર લોકો માટે રહેવા લાયક અવધ શાગ્રીલા બંગ્લોઝ ના બંગ્લા નંબર ૪૭ પર દરોડા પાડ્યા હતા જ્યા આગળ ૧૯ પુરુષ નબિરાઓ તેમજ ૬ જેટલી સ્પા ચલાવતી રૂપલલનાઓ ને પોલીસ દ્વારા ઝડપી પડાઈ હતી જે ૬ રૂપલલનાઓ પૈકી બે બેંગકોંગ ની વિદેશી લલનાનો સમાવેશ થાય છે જે પાર્ટીમાં સામેલ તમામ વિરુદ્ધ પલસાણા પોલીસ દ્વારા પ્રોહીબીશન ગુના હેઠળ ગુનો નોંધાવા પામ્યો હતો.
મહેફીલ પાર્ટી ની આડમા દેહ વ્યાપારનો સનસનીખેજ આરોપ સાથે સુરત ગ્રામ્ય એલ.સી.બી.ટીમે ટ્રાફિક ઈમોરલ એક્ટ અંતર્ગત ગુનો નોંધવા એડીશનલ કોર્ટ સમક્ષ અપીલ કરાઈ હતી તેમજ સેશન કોર્ટ સમક્ષ રીમાન્ડ ની માગણી કરી હતી પરંતુ પલસાણા કોર્ટે રીમાન્ડ નામંજુર કરી તમામ ને જ્યુડીશ્યલ કસ્ટડીમા મોકલી આપ્યા હતા જોકે હાલ સમગ્ર મામલે વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે મેહફીલનુ આયોજન કરનાર હરીશ મોરડીયાને ઝડપી પાડ્યો છે ત્યારે એલ.સી.બી. પોલીસ દ્વારા સેશન કોર્ટમાં અપીલ કરી આરોપીઓની પોલીસ કસ્ટડી માટે અપીલ કરાઈ છે ત્યારે આવનારા દિવસોમાં મહેફીલ મામલે નવા તેમજ નામી નામો સાથે ચોંકાવનારો ખુલાસો થશે તો નવાઈ નહી.