ચલથાણ : કડોદરા નગર ખાતે ભાજપ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારનાં પડઘમ શાંત થવાં જઇ રહ્યાં છે ત્યારે કડોદરા નગર ખાતે ભાજપ દ્વારા રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો બાઈક સાથે રેલીમાં જોડાઇ ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે.
રવિવારનાં રોજ જ્યારે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે આજરોજ સાંજના પાંચ વાગ્યા બાદ આચાર સંહિતા લાગું થાય તે પહેલાં કડોદરા નગર ભાજપ સંગઠન પ્રમુખ, નગરનાં મહામંત્રી, ચૂંટણી ઈન્ચાર્જ સહિત ઉમેદવારો દ્વારા મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી.જે.ના તાલે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ બાઇક સાથે પ્રચાર કરવાં ઉમટી પડયા હતા.
ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હોય તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં કોઈ કચાશ રાખવા માંગતી નથી ત્યારે કડોદરા નગર ભાજપ ની રેલી જોતાં વિપક્શ પણ અવાક્ થઈ હશે કારણ કે મહારેલી આખાં કડોદરા નગરમાં સમાવિષ્ટ તમામ સાતે સાત વોર્ડમાં ડી.જે.સાથે ફરી હતીં અને લોકો ને ભાજપ તરફી મતદાન કરવા આહ્વાન કરાયું હતું કડોદરા આંકળામુખી હનુમાનજી મંદિર ખાતે થીં રેલીનું પ્રસ્થાન કરાયું હતું ડી.જે.સાથેની પ્રચાર રેલી દરમિયાન યુવા કાર્યકરો નો ઉત્સાહ જોવાં બનતો હતો જેમાં વોર્ડ નંબર ત્રણનાં ઉમેદવારો દ્વારા કાર ઉપર લગાવાયેલા પોતાનાં તથાં ભાજપનાં પોસ્ટરોએ સૌવ કોઈનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું વડાપ્રધાન મોદીજીના વિકાસનાં કામો તેમજ દેશ વિદેશમાં ભારત ની વધેલી પ્રતિષ્ઠા વગેરે વિષયો પર ગુજરાતી તેમજ હિન્દી ગીતો ના સથવારે ભાજપ ની ડી.જે.રેલી નીકળી હતીં.