ચલથાણ : પેટ્રોલ,ડિઝલ તેમજ રાધણ ગેસના ભાવ વધારા થી લોકો પરેશાન

દેશમાં થઈ રહેલા પેટ્રોલ,ડિઝલ તેમજ રાધણ ગેસના અસહ્ય ભાવ વધારાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે ત્યારે આજરોજ પલસાણા તાલુકા કોંગ્રેસ દ્વારા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર સરકાર વિરુદ્ધ નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
જે રીતે દેશભરમાં પેટ્રોલ ના ભાવો ૧૦૦ ના આંકડા ની નજીક પોહ્ચ્યા છે તેને લઇને દેશભરમાં કોંગ્રેસ સહીત અન્ય પાર્ટીઓ પણ વિરોધ વ્યક્ત કરી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં પણ પેટ્રોલ ,ડીઝલ તેમજ રાધણ ગેસ ના અસહ્ય ભાવ વધારા ને લઇને વિરોધ કરાઈ રહ્યો છે જેના ભાગ રૂપે પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિએ  આજરોજ પલસાણા નેશનલ હાઇવે નંબર ૪૮ પાસે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સરકાર વિરુદ્ધ નાળા લગાવવામાં આવ્યા હતાં.
સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અજયસિંહ દેવધરા, તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે ચુંટાયેલા સભ્ય ઉકાભાઈ રાઠોડ સહીત કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા દેશમા વધી રહેલા અસહ્ય પેટ્રોલ,ડીઝલ ,રાધણ ગેસ તેમજ ખાદ્ય તેલ ના ભાવો પર નિયંત્રણ લાવવાની માંગ સાથે વિરોધ સાથે પ્રતિકાર નોંધાવ્યો હતો.