ચલથાણ : લોકો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા

લોકસાહીના પાયાને મજબુત કરવામાં જેને મહત્વનો ભાગ મનાય છે તેવી સામાન્ય ગણાતી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી આજરોજ રાજ્યભરમાં યોજાઇ રહીં છે ત્યારે સુરત મહાનગરપાલિકા કરતાં વિપરીત પરિસ્થિતિ કડોદરા નગરપાલિકા ચૂંટણી દરમિયાન જોવાં મળી હતીં.
રાજયભરમાં જેને સામાન્ય ચૂંટણી કહેવામાં આવે છે તેવી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી આજરોજ રાજ્યભરમાં યોજાઇ રહીં છે ત્યારે સામાન્ય ગણાતી આ ચૂંટણી લોકસાહીના પાયાને મજબુત કરવામાં મહત્વનો ભાગ ભજવતી રહીં છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી કરતાં વિપરીત પરિસ્થિતિ કડોદરા નગરપાલિકા ચૂંટણી દરમિયાન જોવાં મળી હતીં વહેલી સવારથી લોકો ની મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા કડોદરા નગર પ્રાથમિક શાળા ખાતે વોર્ડ નંબર એક.બે.ત્રણ અને ચારમાં વહેલી સવારથી જ મોટી મોટી લાઈનો જોવાં મળી હતીં
શું મહિલા..?શું પુરુષો...?શું વડીલો..? હર કોઈ લોકશાહીનાં પાયાને વધું મજબુત કરવાનાં હેતું થીં જાગ્રત જોવાં મળ્યા હતા કડોદરા નગર તિરુપતિ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ પાટીલ નામનાં યુવકનાં આજરોજ લગ્ન હોવાં છતાં પોતે પહેલાં મતદાન કર્યું હતું અને અન્યોને પણ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું એટલું જ નહીં પરંતુ આકસ્મીક રીતે ઘાયલ થયેલા લોકો સહિત ૮૪ વર્ષનાં વૃદ્ધ માતા કુસુમબેને પણ મતદાન કરી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.