ચલથાણ : હત્યાનાં ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

માત્ર રુપિયા બે હજારની લેતી દેતીના ઝઘડામાં વર્ષ ૨૦૧૭ મા તાતીથૈયા ખાતે થયેલા હત્યાનાં ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને કડોદરા જી.આઈ.ડી.સી ટીમ દ્વારા સરકારશ્રી ની ગુજકોપ એપ્લીકેશન મદદથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૧૭ ના સપ્ટેમ્બર મહીના મા પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખાતે આવેલ સુનીતા મિલની સામે કાયદા ના સંઘર્ષમાં આવેલ બે કિશોરો તથાં અન્ય બે આરોપી એવાં મોનુ ઉર્ફે ગોવિદ શ્રીરામ યાદવ તથાં સોનું ઉર્ફે વિનાયક શ્રીરામ યાદવ તમામ રહે સત્યમ્ નગર કડોદરા મુળ ઉતર પ્રદેશ નાઓના માંથી કાયદા ના સંઘર્ષમાં આવેલ એક કિશોર દ્વારા મરણ જનાર સાથે કોન્ટ્રાક્ટ પર સુનીતા મીલમાં કામ કરતા હોય મરણ જનાર પાસે રુપિયા બે હજાર લેવાનાં થતાં હતાં જેથી તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી કાયદા ના સંઘર્ષમાં આવેલ કિશોર તથાં બન્ને આરોપીઓ સાથે મળીને એકબીજાની મદદગાળી થીં  મરણ જનાર ના માથામાં લાકડાનાં મરણતોલ ફટકા મારી નાસી છૂટ્યા હતાં.
જે ગુનામાં સત્યમ્ નગર કડોદરા ના રોહીતકુમાર તુનતુનસિહ ભુજાલ દ્વારા ફરીયાદ દાખલ કરી હતી જે ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો તથાં મોનુ ઉર્ફે ગોવિદ શ્રીરામ યાદવ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ સોનું ઉર્ફે વિનાયક શ્રીરામ યાદવ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
અધિક્સ્  પોલીસ મહાનિરીક્શક સાહેબ શ્રી ની સુચના અનુસંધાને કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનનાં પી.આઈ.આનંદ બ્રહ્મભટ્ટ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ શંકરભાઈ તથાં હરેશભાઈ ખુમાભાઈ નાઓને સંયુકત રીતે ખાનગી બાતમી મળતા સાડા ત્રણ વર્ષ પહેલાંના હત્યાનાં ગુનામાં નાસતા ફરતા આરોપી એવાં સોનું ઉર્ફે વિનાયક શ્રીરામ યાદવ ઉંમર વર્ષ ૨૫ નાઓને કડોદરા સત્યમ્ નગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો જે આરોપી ને ઝડપી પાડવામાં સરકારશ્રી ની ગુજકોપ એપ્લીકેશન મદદરૂપ બની હતી.