જેતપુર : તલાટી મંત્રીઓ પોતાની 8 જેટલી માંગ સાથે આંદોલનના માર્ગે

જેતપુર તાલુકાના તલાટી મંત્રીઓ એ આજે કાળી પટ્ટી બાંધીને તેવોની માંગને લઈ ને સરકાર સામે વિરોધ દેખાવ કરેલ હતા, આ પહેલા 2018 માં તલાટી મંત્રી ઓ દ્વારા આંદોલન કરવામાં આવેલ હતું અને સરકારે ત્યારે બાહેંધરી આપી હતી કે આગામી સમયમાં તેવોની માંગ પુરી કરવા માં આવેશે પરંતુ આજે 3 વર્ષ ના સમય પછી પણ તેવો ની માંગ નહિ સંતોષાતા સમગ્ર રાજ્યના તલાટી મંત્રી ઓ પોતાની 8 જેટલી માંગ સાથે આંદોલનના માર્ગે છે ગત તારીખ 7 - 9 થી આ આંદોલન શરૂ થયેલ છે અને આગામી તારીખ 12 - 10 સુધી ચાલનાર છે આ તલાટી ઓ ની મુખ્ય માંગ મુજબ તેવો ને વિકાસ અધિકારી સુધી પ્રમોશન આપવામાં આવે,તલાટી ને પંચાયત તલાટી સાથે મર્જ કરવા માં આવે ઉપરાંત તેવો નો ગ્રેડપ્રે 4400 સુધી કરવામાં આવે, ઓનલાઇન હાજરી પુરાવા ના નિર્ણ્ય ને રદ કરવા માં આવે સાથે સાથે તલાટી ઓ ઉપર જે હુમલા થાય છે તેના થી રક્ષણ આપવા માટે હુમલા ખોર ઉપર પાસા સુધીની સજાની જોગવાઈ કરવામાં આવે, સરકાર જો તેવો ની માગ નહિ સ્વીકારે તો આવતા ભવિષ્યમાં હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેમાં કામ બંધ કરવા સાથે આગામી 12 - 10 ના રોજ ગાંધીનગર માં એક દિવસ ના ધરણા યોજવામાં આવશે