જેતપુર : ભાજપ દ્વારા શાળ બાઇક રેલીનું આયોજન કરાયું

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં 6 મહાનગરપાલિકા ની ચૂંટણી બાદ હવે ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયત ની ચૂંટણી આગામી 28 ના રોજ યોજનાર છે ત્યારે પ્રચાર ના છેલ્લા દિવસે ભાજપ દ્વારા જેતપુર નગર પાલિકા ની વોર્ડ 11 ની પેટા ચૂંટણી ને અનુલક્ષી વિશાળ બાઇક રેલી નું આયોજન કરવા માં આવ્યું છે મોટી સંખ્યા માં ભાજપ ના કાર્યકર્તાઓ કાર, બાઈક સાથે શહેર ના મુખ્ય માર્ગ અને વોર્ડ 11 માં ફરી શક્તિ પ્રદર્શન નું આયોજન કરાયું હતું. આ તકે જેતપુર નગરપાલિકા ના ભૂતપૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા યુવા ભાજપ ના નેતા અને વિઠ્ઠલભાઇ રાદડિયા ના પુત્ર લાલિતભાઈ રાદડિયા અને જેતપુર શહેર પ્રમુખ રામભાઈ જોગી સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યા માં બાઇક રેલી માં જોડાયા હતા
આગામી 28 ફેબ. ના રોજ યોજાનાર છે ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી મતદાન થવા જઈ રહ્યું છે. તયારે મતદાન ના 2 દિવસ બાકી છે ત્યારે ભાજપ એ મહાનગરો ની ચૂંટણી માં જંગી બહુમતી મેળવી તમામ મહાનગરો કબ્જે કરી કેસરિયો વાવટો ફરકાવ્યો છે વિકાસના મુખ્ય મુદ્દા સાથે ભાજપ નગરો અને ગ્રામ્ય વિસ્તારો માં જોરશોર થી પ્રચાર કરી રહ્યું છે અને જેતપુર નગરપાલિકા ની આ પેટા ચૂંટણી માં અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં કેસરિયો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી હતી.