જૂનાગઢ : એકલવ્ય પબ્લિક સ્કૂલે વિદ્યાર્થીઓના વાલી પર કરી ખોટી ફરિયાદ

જૂનાગઢ એકલવ્ય પબ્લિક સ્કૂલે વિદ્યાર્થીઓના વાલી પર ખોટી ફરિયાદના વિરોધ મા વાલીઓ દ્વારા એસ.પી ને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસ કરવા રજૂઆત કરવામાં આવી.
કોરોના સમય ગાળામાં વિધાર્થીઓની સ્કૂલ ફી ભરવા પર રજુઆતો કરતા વાલી ઉપર પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ કરી વાલી ઉપર દબાણ કરવાના પ્રયત્નો કરવામાં આવેલ હતો.મિલન કેલૈયા નામના વાલી અને વાલીઓ દ્વારા જૂનાગઢ એસ.પીને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસ કરવા રજૂઆત કરવામાં આવી ...
એકલવ્ય સ્કૂલ દ્વારા વાલી પર ફરિયાદ કરતા વાલી મંડળે રજૂઆત કરી હતી અને આ બાબતે વાલી મિલન કેલૈયાં એ જણાવ્યું હતું કે તેમની પુત્રીને એકલવ્ય પબ્લિક કિડઝ કિંડમ સ્કૂલમાં હાયર કે.જી. થી પુત્રીનું એડમિશન આ સ્કૂલમાં લીધેલ છે .આજે મારી પુત્રી ધોરણ ૦૬ માં આવેલ છે . સમયગાળા કે આટલા વર્ષોમાં સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું એ સમય પ્રમાણે ફી ચૂકવેલ હતી.છેલ્લા એક વર્ષ ને બાદ કરતા સરકાર તરફથી વર્ષે ૨૦૨૦ માં કોરોનાના કારણે પહેલું લોકડાઉન કરેલ , જેથી ધંધા રોજગાર પણ બંધ રહ્યા હતા . આ લોકડાઉનમાં સ્કૂલો પણ બંધ કરવામાં આવી હતી . સ્કૂલો બંધ રહેવાથી બાળકોના શિક્ષણ માટે ઓનલાઈન શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી . સ્કૂલ તરફથી જયારે ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે સ્કૂલ તરફથી ફી બાબતે વાલીઓને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી અને સ્કૂલ તરફથી વોટ્સઅપ ગ્રુપ બનાવીને ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ કરી દીધું હતું . સ્કૂલ તરફથી આ ઓનલાઈન શિક્ષણ એક બે કલાક જેટલું આપવામાં આવી રહ્યું હતું .
જે ઓનલાઈન શિક્ષણ બાળકોને વ્યવસ્થિત સમજણ પણ પડતી ન હતી, વાલીઓને નવા જુના મોબાઈલ અથવા લેપટોપ ના ખર્ચ , સ્ટેશનરી ખર્ચ , નેટ રિચાર્જ ખર્ચ એવા સમયે કર્યો કે જ્યારે લોકડાઉન ના હિસાબે ધંધા રોજગાર બંધ હતા . આમ વાલીઓને ફી મુજબ યોગ્ય શિક્ષણ ને મળતા તેમજ ઓનલાઈન શિક્ષણ ખર્ચ થતા હોવાથી ફી માં વધારે રાહતની માંગ સ્કૂલને તેમજ જે તે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ ને વાલીઓ દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી . કોરોના મહામારી ના કારણે ગયા વર્ષે સ્કૂલ પણ આખું વર્ષ સંપૂર્ણ બંધ જ રહેલ છે . ગયા વર્ષ દરમ્યાન ફી બાબતે વાલીઓને ફોન અથવા મેસેજ દ્વારા ફી ભરી જવા બાબતે અવાર નવાર કહેવામાં આવતું હતું .જેની રજૂઆત ના નિકાલ ને બદલે વાલી પર ફરીયાદ કરી શાળા સંચાલકો પોતાને બાહુબલી સાબિત કરવા માંગતા હોય એવું લાગી રહ્યું છે