જૂનાગઢ : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ સિવિલની મુલાકાત લીધી

કોઈ પણ પ્રકાર ના ખોટા ફેન-ફતુર વિના જૂનાગઢ સિવિલ ની પરિસ્થિતિની વાસ્તવિકતા અને કોરોના દર્દી ને મળતી સારવાર નો તાગ મેળવવા અર્જુન મોઢવાડીયા એ જૂનાગઢ સિવિલ ની મુલાકાત લીધી
દર્દીઓ ને પડતી હાલાકી અને સુવિધાઓ ના લઈ ને પ્રશ્નો સામે આવતા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા એ ધારાસભ્ય હર્ષદ રીબડિયા , નટુ પોકીયા , વી.ટી. સિડા સાથે મળી જૂનાગઢ સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી .અને સમગ્ર વાસ્તવિકતા નજરે નિહાળી હતી.અને કોઈ પણ પ્રકાર ખોટા ફેન ફતુર વિના જાતે વાસ્ત્વિક રૂપે અર્જુન મોઢવાડીયા કોરોના દર્દી ના બેડ પાસે જઈ અને માનવતા રૂપી લાગણી ની હુંફ આપી હતી અને એમના ખબર અંતર પૂછ્યા હતા.અને સિવિલ સર્જનો અને ડોકટરો સાથે બેઠક યોજી હતી અને મીડિયા ને જણાવતા ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી ની જાતકણી કાઢી હતી.ને જણાવ્યું હતું કે સરકારે જે સુવિધા પહેલા ઊભી અર્વી જોઈતી હતી એ કરી નથી અને PHC અને CHC તો જાણે બંધ હાલત માં હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી ના લોકો ખેશ પહેરી ફોટો સેશન કરવી લિંબડ જશ લેવા માટે આવે છે અને વિરોધ ને કાર્યક્રમો ને બદલે પ્રજા ને ઉપયોગી થવું જોઇએ અને ડોકટરો ના વેતન વધારી અને તંત્ર ને સાથ સહકાર આપવો જોઇએ. કોરોના મહામારી મા કોઈ હેરાનગતી નો સામનો લોકો ને ના કરવો પડે તે હેતુ થી ક્ષમતા પ્રમાણે સુવિધા ઉભી કરવા સિવીલ સર્જનને પણ રજૂઆત કરી હતી.