જૂનાગઢ : કોયલાણા ગામે આવેલ આદર્શ વિદ્યા મંદિર શાળા જીલ્લાની ગ્રામ્ય શ્રેષ્ઠ શાળા

આદર્શ વિદ્યા મંદિર શાળાનુ ૬ વર્ષ પહેલાં સો ટકા પરિણામ આવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે પચ્ચાસ હજારનો પુરસ્કાર મેળવ્યો હતો હાલમાં જુનાગઢ જીલ્લામાં ગ્રામ્ય લેવલે પ્રથમ નંબરે પસંદગી થતાં જીલ્લા કલેકટર જીલ્લા શિક્ષણાધિકારીના વરદહસ્તે એક લાખનો ચેક અર્પણ થયો
એક દશકા પહેલા જે શાળાનું પરિણામ શુન્ય આવતું એ જ શાળા જુનાગઢ જીલ્લા ગ્રામ્ય લેવલે શ્રેષ્ઠ શાળાની પસંદગી થતાં શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યોછે શાળાનું વિશાળ મેદાન વૃક્ષોથી શોભાયમાનછે અભ્યાસ સાથે રમત ગમતનું આગવુ મહત્વ ધરાવતા વિદ્યાર્થીઓએ રસ્સા ખેંચ કબડ્ડી ખો ખો થ્રો બોલ સહીતની રમતોમાં ચાર ટીમો રાજ્યકક્ષાએ રમી ચુકીછે કેશોદના કોયલાણા લાઠિયા ગામે આવેલ આદર્શ વિદ્યા મંદિરમાં ધોરણ ૯ થી ૧૨ માં હાલમાં ૧૬૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે શાળામાં સારૂ ભણતર અને શિક્ષકોની ધગશથી આજુબાજુના ૯ ગામનાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવેછે
૧૯૮૨ થી શરૂ થયેલ આદર્શ વિદ્યા મંદિર શાળામાં એક દશકા પહેલાં અતિશય પરિણામ નબળું આવતું હતું એક પણ વિદ્યાર્થી પાસ થતા ન હતા ત્યાર બાદ હિતેનદ્રગર વસંતગર ગૌસ્વામીની પ્રિન્સીપાલ તરીકે નિમણુંક થઈ ત્યાર બાદ તેમની શાળા પ્રત્યેની ધગશ સાથે રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો વૃક્ષોના જતન સાથે વેસ્ટમાંથી બેસ્ટ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી વૃક્ષોને ટપક પદ્ધતિથી પાણીની વ્યવસ્થા પક્ષીઓ માટે પાણીના કુંડા સ્વચ્છતા સહીત અનેકવિધ પ્રવૃતીઓ સાથે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષિણ આપવામાં આવી રહ્યુંછે છેલ્લાં પાંચ છ વર્ષોથી શાળાનુ સો ટકા પરિણામ મળી રહ્યુંછે સો ટકા પરિણામ આવતાં ૨૦૧૫માં મુખ્ય મંત્રી આનંદીબેન પટેલના હસ્તે પચ્ચાસ હજારનો પુરસ્કાર મેળવ્યો હતો એ ઉપરાંત વિદ્યાર્થીઓએ રસ્સા ખેંચ કબડ્ડી ખો ખો થ્રો બોલ સહીતની રમતોમાં ચાર ટીમો રાજ્યકક્ષાએ રમી ચુકીછે હાલમાં જુનાગઢ જીલ્લામાં ગ્રામ્ય લેવલે શ્રેષ્ઠ શાળાની પસંદગી થતાં જીલ્લા કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારીના વરદ હસ્તે એક લાખનો ચેક અર્પણ થતાં શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યોછે
આદર્શ વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ હિતેનદ્રગર વસંતગર ગૌસ્વામીએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે જીલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે અમારા શાળા પસંદગી પામીછે એ અમારા અને વિદ્યાર્થીઓ માટે ખુશીની વાતછે પણ અમારી શાળા રાજ્યની શ્રેષ્ઠ શાળા બને તે અમારૂ સ્વપ્ન છે જે સાકાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું