જૂનાગઢ : ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

હાલ અસહ્ય મોંઘવારી થી આમ જનતા અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો થતાં મોંઘવારી ફાટી નીકળી છે ત્યારે ખાતરના ભાવમાં ભાવ વધારો થતાં જૂનાગઢ ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખ પાટોડીયાની આગેવાનીમાં રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર જૂનાગઢ જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં ખેત ઉત્પાદનમાં માઠી અસર વર્તાઈ રહી છે ટેકાના ભાવે ખરીદાતી ખેત પેદાશોને ખેડૂતોએ ના છૂટકે ખુલ્લી બજારમાં પોતાની જણશો વેચવા મજબૂર બન્યા હતા જો ખાતરનો ભાવ વધારો આગામી દિવસોમાં પરત નહીં ખેંચવામાં આવે તો ખેડૂતો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ભારતીય કિસાન સંઘ દ્વારા ઉચ્ચારવામા આવી હતી, હાલ ટેકાના ભાવમા ખરીદાતા ઘઉં 400 માં ખરીદાય છે જેના 700 રૂપિયા કરવા પણ માગણી કરવામાં આવી હતી