જૂનાગઢ : પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ

પેટ્રોલમાં એક વર્ષમાં 18 રૂપીયા ડીઝલમાં 19 થી વધુના ભાવ વધારાથી માલ વાહક વાહનચાલકો ખેત ઉપયોગી ટ્રેક્ટરના ઉપયોગમાં ભાવ વધારાનો વધારાના ખર્ચ સાથે પેટ્રોલપંપ ચાલકોને પણ મંદિનો સામનો કરવો પડી રહ્યો છે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડવાની લોકો કરી રહ્યા છે માંગ
પેટ્રોલ ડીઝલના ભાવોમાં દિનપ્રતિદિન વધારો થતો રહેછે જે બાબતે વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યોછે સાથે સાથે ખેડુતોના ખેત ઉપયોગી વાહનોમાં ભાવ વધારાથી વધુ નુકશાની વેઠી રહ્યા છે
પેટ્રોલ ડીઝલના ભાવ બાબતે વાત કરીએ તો એક વર્ષમાં ૧૮થી ૧૯ રૂપીયા જેટલો પ્રતી લીટરે ભાવ વધારો થયોછે ગત વર્ષે પેટ્રોલના ભાવ ૭૦.૬૩ રૂપીયા પ્રતિ લીટર હતો જે હાલમાં ૮૮ .૪૬છે ડીઝલનો ભાવ ગત વર્ષે ૬૮.૪ર જે હાલમાં ૮૭ .૬૭છે હજુ પણ ભાવ વધારો આવશે લોકોના માનવા પ્રમાણે ટુંક સમયમાં પ્રતિ લીટર ૧૦૦ રૂપીયા થવાના એંધાણ વર્તાઈ રહ્યાછે ભાવ વધારાના કારણે પેટ્રોલ પંપ ચાલકોને પણ ૩૦ ટકા જેટલી મંદિની અસર જોવા મળી રહીછે
વાહન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને તથા ખેત ઉપયોગી વાહનોમાં ડીઝલનો ભાવ વધારાથી મોટી આર્થિક નુકશાની વેઠવી પડેછે
આ બાબતે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત નારણભાઈએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે મારે ૧૬ વિઘા જમીનછે જેમાં ખેતી માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરૂછુ દર વર્ષે બસ્સો લીટરથી વધુ ડીઝલનો ઉપયોગ થાયછે જેનો એક વર્ષનો માત્ર ભાવ વધારો ગણીએ તો ચારથી પાંચ હજાર સુધીનો ગણી શકાય ડીઝલના ભાવમાં સતત ભાવ વધારાના કારણે દર મહીને બે હજાર જેટલી નુકશાની શહન કરવી પડે છે
વર્ષો જુની કહેવત છે કે મે મરણ અને મોંઘવારી ક્યારે આવે કોઈને ખબર ન પડે પણ હાલ જાણે મોંઘવારી ઝડપી ગતીએ વધી રહીછે ખરેખર જે વસ્તુઓમાં મોંઘવારી આવવી જોઈએ તેના બદલે જીવન જરરીયાત વસ્તુઓ સસ્તી થઈ રહીછે અને જે જીવન જરૂરી વસ્તુઓનું દિવસ રાત મહેનત કરી તૈયાર કરેછે તેવા અન્નદાતાની ખેત પેદાશોમાં વર્ષોથી ભાવ વધારો જોવા મળતો નથી હાલમાં પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારો બંધ થાય અને પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટાડો થાય તેવી વાહનચાલકો સાથે પેટ્રોલપંપ સંચાલકો પણ લોકો વતી માંગણી કરી રહ્યા છે