જૂનાગઢ : મેસવાણમાં કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું

કેશોદ તાલુકા ના મેસવાણ માં વિસાવદર ના ધારા સભ્યશ્રી હર્ષદ ભાઈ રિબડીયા ની જાહેર સભા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હાજર રહેલા માંગરોળ ના ધારા સભ્ય શ્રી બાબુ ભાઈ વાજા તેમજ મોરબી થી નિલેશ ભાઈ એરવાડિયા દ્વારા લોકો ને કોંગ્રેસ ના મેસવાણ જિલ્લા પંચાયત ની સીટ પર ઉભેલા ઉમેદવાર વિપુલ ભાઈ લાડાણી નેબહુમતી થી ચૂંટી જંગી બહુમતી થી જીતાડી વિજયી બનાવવા અપીલ કરી હતી અને હાલ ની લોકો ની સમસ્યા ગેસ તેમજ પેટ્રોલ ના ભાવવધારા થી લોકો પીડાઈ રહ્યા છે ખેડૂતો નું દિલ્હી મુકામે આંદોલન ચાલી રહ્યું છે તે બાબતે સરકાર ને ખેડૂતો ની કોઈ પણ તપાસ પણ કરી નથી તેવા સમયે હવે ખેડૂતો ની સરકાર બને તેવી સૌ કોઈ ને અપીલ કરી હતી