જૂનાગઢ : શહેરના 15 જેટલા કિન્નરોએ કોરોનાથી વેક્સિન આપવામાં આવી

વેક્સિન આપ્યા બાદ કિન્નરોને સાડી સહિતની વસ્તુ પણ આપવાંમાં આવી હતી . હાલ કોરોના મહામારીને લઈ સંક્રમણ થતું અટકાવવા માટે વેક્સિનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે .ત્યારે જૂનાગઢ મનપા દ્વારા અનેક સ્થળો પર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે . આ કાર્યમાં સેવાભાવી રોને સંસ્થાઓ પણ સહયોગ કરી રહી છે .જૂનાગઢની જશ કન્સલ્ટન્સી અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં 15 જેટલા કિન્નરોને રસી આપવામાં આવી હતી .
આ કાર્યક્રમમાં કમિશ્નર તુષાર સુમેરા , મેયર ધીરૂભાઇ ગોહેલ , ગૌરવ રૂપારેલિયા ,ના હસ્તે
હસ્તે કિન્નરોને ની સાડી તેમજ અન્ય ચિજવસ્તુની ભેટ અપાઇ હતી . આ ઉપરાંત શેર એન્ડ કેર એનજીઓ દ્વારા પણ કિન્નરોને ભેટ ત આપવામાં આવી હતી . દરમિયાન આ તકે કિન્નર નિલું માતાજીએ જણાવ્યું હતું કે આજે અમને માત્ર રસી જ નહિ માન અને સન્માન પણ મળ્યું છે . પરીણામે અમે પણ આ સમાજનો જ એક ભાગ છીએ તેની પ્રતિતી થઇ છે .