જામનગર : ગ્રામ્ય પંથક થી તાલુકા મથક જોડતો પુલ થયો ધરાશાહી

જામનગર જીલ્લા માં રવિવાર અને સોમવારે વરસાદ ના કહેર વચ્ચે ગ્રામ્ય પંથક થી તાલુકા મથકને જોડતો પુલ થયો ધરાશાયી..કાલાવડ તાલુકા ના નવાગામ ધુન ધોરાજી ઉમરાળા સહિત ના ગ્રામ્ય પંથક ને કાલાવડ તાલુકા મથકે જવા માટે નવાગામ થી 1 કિલોમીટર ના અંતરે આવેલ મછંદર મહાદેવના મંદિર પાસે આવેલ પુલ ફરી એક વાર ધરાશાયી થયો છે. આ પુલ 8 થી 10 ગ્રામ નો જોડતો પુલ છે. અને આ પુલ ધરાશાયી થતાં લોકો ની અવરજવર કરવામાં મુશ્કેલી નો સામનો કરવો પડે છે. અને આ પુલ તાલુકા મથકે જવા માટે નો છે.ગ્રામ્ય જનતાને ભારે હાલાકિનો સામનો કરવો પડે છે. જ્યારે નવાગામની આજુ-બાજુના ચાંવડી, માછરડા, ભંગડા ગામડાઓની જીવન જરૂરિયાત ની ચીજવસ્તુ, મેડિકલ સારવાર માટે નવાગામ માં આવુ પડે છે. જ્યારે નવાગામ ના આ પુલ ધરાશાયી થતા ગ્રામ્ય જનોને ભારે હાલાકીનો સમનો કરવો પડે છે.. જયારે જાન્યુઆરી 2021 માં આ પુલ પર એક ખાડો પડયો તો જે અંગે નો મિડિયા માં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે વહિવટી તંત્ર દ્ધારા લોલીપોપ સમાન રિપેર કરવામાં આવ્યો હતો.ત્યા બાદ અષાઢી પુનમ પછી જોરદાર વરસાદ આવતાં ત્યારે પણ આ પુલ ધરાશાયી થયો અને મિડિયા એ અહેવાલ પ્રસારિત થયા હતાં. અને ત્યારે પણ લોલીપોપ સમાન કામ કરવામાં આવ્યુ હતું.... ત્યાર બાદ બીજીવાર આ પુલ ધરાશાયી થયો છે. હવે જોવા નુ એ છે કે આ સરકાર કયારે પુલ રિપેર કરે એ તો ભગવાન જાણે....