જામનગર : રાંધણ ગેસ અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે નવતર વિરોધ પ્રદર્શન

એક તરફ પેટ્રોલ ડીઝલ અને એલપીજી સિલિન્ડરના  ભાવો વધી રહ્યા છે ત્યારે સામાન્ય અને મધ્યયમ વર્ગ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠયો છે. ત્યારે કમરતોડ મોંઘવારી ને લઈને જામનગરમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.
જામનગર શહેરના લીમડા લાઈન વિસ્તારમાં સ્થાનિકોએ અનોખી રીતે મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલ અને એલપીજી સિલિન્ડર સહિતના ભાવ વધારા સામે અનોખો વિરોધ કર્યો છે. જાહેરમાં રસ્તા પર એલપીજી સિલિન્ડર અને બાઇકને કફન ઢાંકી ફૂલહાર ચડાવી મોંઘવારી ને લઈને ફરી ચૂલા યુગ શરૂ થશે તે પ્રકારની કુતૂહલવશ પ્રતિકાત્મક વિરોધ માટે પોસ્ટરો સાથે નાટક કરવામાંં આવ્યું હતું. જેમાં એક યુવક મોંઘવારીના મારથી પાગલ થઈ ગયો હોય તેમ ચિચિયારીઓ પાડતો હતો અને મોદી મામા... મોદી મામા...કરીને મોંઘવારી ને લઈને ખાવાપીવાના સાસા પડી ગયા તેમ ઉચ્ચારતો હતો. આ અનોખા વિરોધનેે જોવા માટેે લોકો પણ કુતુહલતાવશ ઉભા રહી ગયા હતા.