ડાંગ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ - જળ - જંગલ અને જમીનના હક વિષે શું કહ્યું જાણો

ડાંગ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ - જળ - જંગલ અને જમીનના હક વિષે શું કહ્યું જાણો

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો જોરશોરથી પ્રચાર થઇ રહ્યો છે ત્યારે ડાંગ વિધાનસભાના પ્રચારમાં કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, જળ - જંગલ અને જમીનનો હક ભાજપે નહીં કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ આપ્યો હતો. હાર્દિક પટેલે ડાંગ વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં ભાજપની નીતિ રીતિ સામે સવાલો  ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે વિજય રૂપાણીની સભા કરતા કોંગ્રેસની સભામાં વધુ લોકો આવ્યા છે એટલે કોંગ્રેસનો વિજય નિશ્ચિત થશે.
ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગત ચૂંટણીને ધ્યાને લઈ અહીં કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળ્યું છે જેથી આ ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ઉત્સાહ વધુ દેખાઈ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ દ્રારા ભાજપ 52 કરોડમાં ધારાસભ્યોની ખરીદી કરી રહ્યો છે એવા આક્ષેપો પણ લગાડ્યા હતા.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે હું ગઈકાલે રાત્રીના સાપુતારા આવ્યો હતો અને ત્યાં આઈબીના અધિકારીએ કોંગ્રેસ 25 હજાર મતે જીતશે એવી વાતો કરતા ખળભળાટ મચી ગયો હતો.