ડભોઇ : આર્ટ્સ કોલેજના સેમિનાર હોલ ખાતે ભાજપ યુવા મોરચાની બેઠક મળી

ડભોઇ ખાતે વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચા ની બેઠક આર્ટ્સ કોલેજ ના સેમિનાર હૉલ ખાતે મળી જેમાં પ્રદેશ અધ્યક્ષ પ્રસાન્તભાઈ કોરાટ સહિત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ભાજપ ના યુવા મોરચા ના સભ્યો અને અન્ય સભ્યો હજાર રહ્યા હતા આ બેઠક પરિચય બેઠક હતી જેમાં યુવા મોરચા દ્વારા કરવામાં આવેલ કામોના વખાણ પણ કરવામાં આવ્યા હતા. બેઠક બાદ સેવાહી સંગઠન કાર્યક્રમ હેઠળ વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું.
ડભોઇ આર્ટ્સ કોલેજ ના સેમિનાર હૉલ ખાતે હાલ માં નવ નિયુક્ત યુવા મોરચા ભાજપ ના પ્રદેક્ષ અધ્યક્ષ પ્રસાન્ત કોરાટ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થીતી માં વડોદરા જિલ્લાની પરિચય બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા માથી ભાજપ પક્ષ ના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં કૌશલભાઈ દવે પ્રદેશ મહામંત્રી, ઉપાધ્યાક્ષ મનીષભાઈ સંગલ્લાની, મુકેશભાઈ રાઠવા, દક્ષેશભાઈ પટેલ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, શશિકાંતભાઈ પટેલ, પાલીકા પ્રમુખ કાજલબેન દુલાણી, અલ્પેશભાઈ શાહ, વિશાલભાઈ શાહ સહિત ભાજપ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પ્રદેક્ષ અધ્યક્ષ પ્રસાન્તભાઈ કોરાટ દ્વારા યુવા મોરચાની કામગીરી ની સમીક્ષા કરી તેમના કામના બિરદાવ્યા હતા. તો ધારાસભ્ય શૈલેષભાઈ દ્વારા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર, સહિત અનેક કામો ને બિરદાવયા હતા. આ પ્રસંગે પ્રસાન્તભાઈ કોરાટ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કોલેજ કેમ્પસ ખાતે 50 ઉપરાંત વૃક્ષો વાવી સેવાહી સંગઠન ના નાદ સાથે યુવા મોરચા આગળ પણ આ જ રીતે કામ કરતું રહેશે નું જણાવ્યુ હતું.