ડભોઇ : એમ.એસ.યુનિવર્ષીટીના વિધ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતીના સંદેશો

ડભોઇ તાલુકા પંથક માં હવે ચૂંટણી ની તારીખ નજીક છે ત્યારે લોકો માં મતદાન અંગે જાગૃતી આવે તે હેતુ સાથે વડોદરા જીલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ડભોઇ ટાવર નજીક નાટ્ય કૃતી અને એક પૈડાની સાઇકલ ચલાવી એમ.એસ.યુનિવર્ષીટી ના વિધ્યાર્થીઓ ના સહિયોગ થી મતદાન જાગૃતી નો સંદેશો આપ્યો હતો.
ડભોઇ આગામી 28મી ફેબ્રુઆરીના રોજ સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ યોજવા જઇ રહી છે ત્યારે દરેક નાગરીક નો મત કેટલો કીમતી છે તે અંગે લોકો માં જાગૃતી લાવના પર્યાસ સાથે વડોદરા જીલ્લા ચૂંટણી અધીકારી ડો.સુધીર જોશી ના માર્ગ દર્શન હેઠળ ડભોઇ ટાવર નજીક એમ.એસ.યુનિવર્ષીટી ના વિધ્યાર્થીઓ દ્વારા નુક્કળ નાટક રજૂ કરવામાં આવ્યું હતું સાથે સાથે વિશ્વ વિક્રમ વિજેતા એવા રોનીત જોશી દ્વારા એક પૈડા વાળી સાઇકલ ચલાવી ને નગર માં ફેરવી મતદાન જાગૃતી લાવા પ્રયાસ હાથ ધરવામાં આવવ્યો હતો આ પ્રસંગે ડભોઇ નગર જનો મોટી સંખ્યામાં ઉપ્સ્થીત રહ્યા હતા તો ડભોઇ ચૂંટણી વિભાગ ના પ્રવીનસિંહ ડોડીયા સહિત નગર પાલીકા સ્ટાફ હાજર રહી ચૂંટણી માં મતદાન અંગે જાગૃતી અંગે માર્ગદર્શન આપ્યું હતું તો નોડલ ઓફિસર ડો.સુધીર દેશાઈ દ્વારા નોટા વિષે જાણકારી આપી લોકો ને મત આપવા અપીલ કરી હતી.