ડભોઇ : કાછીયાવાળ વિસ્તારમાં જુગારધામ પર પોલીસના દરોડા

ડભોઇ પી.આઈ.જે.એમ.વાઘેલા ને ડભોઇ ટાઉન ના કાછીયાવાળ વિસ્તાર માં કેટલાક લોકો આંગણવાડી ના ઓટલા ઉપર જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી જે આધારે પી.એસ.આઈ.ડી.એચ.વસાવા અને પોલીસ સ્ટાફ ના માણસો રેડ કરી સ્થળ ઉપર થી 6 લોકો ને જુગાર રમતા ઝડપી પાડી રૂ.27770 નો મુદામાલ કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ ટાઉન માં ચાલતી જુગાર ની પ્રવુતીઓ ઉપર ડભોઇ પોલીસ ની લાલ આંખ સાથે પી.આઈ.જે.એમ.વાઘેલા ને પાકકી બાતમી મળી હતી કે ટાઉન ના કાછીયાવાડ વિસ્તાર માં આવેલ આંગણવાડી ના ઓટલા ઉપર કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે જે આધારે પી.એસ.આઈ.ડી.એચ.વસાવા અને ડી.સ્ટાફ ના પોલીસ જવાનો રાજેન્દ્ર સિંહ ઝાલા, અર્જુનભાઈ, યુવરાજ ભાઈ દ્વારા સ્થળ ઉપર રેડ કરતાં સ્થળ ઉપર થી બિસ્મિલ્લાશા ઉર્ફે બિસલો બાયુશા દીવાન રહે સાઠોદ, સરફરાજ ઉર્ફે જાડલો મુસ્તાકભાઈ બોડીવાળા, રહે મધ્ય હીરાભાગોળ, શાહરૂખ મહમુદ ખોખર રહે જનતાનગર ડભોઇ, અક્ષય ગોવિદભાઈ રાવળ, રહે ખેડાવાળ ડભોઇ , શૈલેષભૈયા મગનભાઈ પાટણવાડીયા, રહે કનાયડા ગામડી, તા.ડભોઇ અને મિતેશભાઈ મનીભાઈ વસાવા રહે રાણીવાડીજીન ડભોઇ નાઓને ઝડપી પાડ્યા હતા અને અંગ ઝડતી ના રૂ.20500 અને દાવપર ના રૂ.7270 બડા મળી રૂ.27770 નો મુદામાલ કબજે કરી આ વિસ્તાર માં કોણ જુગાર રમાડી રહ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે.