ડભોઇ : કોલેજ કેમ્પસ ખાતે ચૂંટણી વિભાગ દ્વારા સ્ટ્રોંગ રૂમો બનાવમાં આવ્યા


ડભોઇ પંથક મા જિલ્લા પંચાયત ની 4 સીટ તાલુકા પંચાયત ની 20 સીટ અને નગર પાલિકા ની 36 બેઠકો માટે 28મી ફેબ્રુઆરી ના દિવસે મતદાન થનાર છે ત્યારે ડભોઇ તાલુકા મા કુલ 196 મતદાન મથકો ઉપર પ્રિસાઈન્ડિંગ ઓફિસર ,મહિલા પ્રિસાઈન્ડિંગ ઓફિસર સહિત પટાવાળા મળી એક બુથ પર પાંચ એમ કુલ 980 અધિકારીઓ ને મતદાન માટે ની કામગીરી ની કોલેજ કેમ્પસ ખાતે થઈ કામગીરી ની સોંપણી કરવામાં આવી છે.મત મથકો ઉપર કોઈ અજુકતો બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવનાર છે.
ડભોઇ સ્થાનીક સ્વરાજની ચૂંટણી 28ની ના રોજ યોજાનાર હોય ડભોઇ કોલેજ કેમ્પસ ખાતે ચૂંટણી વિભાગ દ્વારા સ્ટ્રોંગ રૂમો બનાવમાં આવ્યા છે ત્યારે ડભોઇ નગર પાલીકાના 50 અને તાલુકા તેમજ જિલ્લા પંચાયત ના 146 બૂથ માટે ડભોઇ થી ચૂંટણી પ્રીસાઇંડિંગ ઓફિસર દરેક બૂથ ઉપર મોકલવા અને તેમણે કામગીરી ની આજ રોજ સોપની કરવામાં આવી હતી. ત્યારે તાલુકાના કુલ 196 બૂથ ઉપર 980 જેટલા કર્મચારીઓ ને કામ સોપવામાં આવતા તમામ કર્મચારીઓ બૂથ ઉપર જવા રવાના થયા હતા. તો વધુમાં ડભોઇ નગર પાલીકા ની 36 બેઠકો માટે 50 બૂથ અને તાલુકા તેમજ જીલ્લા પંચાયત માટે કુલ 146 બૂથ ઉપર તા. 28મી ને રવીવારે મતદાન થનાર છે ત્યારે શાંતી અને કાયદો જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવનાર છે.