ડભોઇ : ચૂંટણી પ્રચારનો છેલ્લા દિવસે દરેક પક્ષના ઉમેદવારો રેલીઓ યોજી

ડભોઇ સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી પ્રચાર નો 26મી એ છેલ્લો દિવસ દરેક પક્ષ ના ઉમેદવારો રેલીઓ યોજી છેલ્લા દિવસે જોરો સોરો થી પ્રચાર કરી મતદારો ને રિઝવા માટે અડીખમ થયા હતા ત્યારે આગામી 28મી તારીખ મતદાન બાદ કોણ જીતશે તે જોવું રહ્યું.
ડભોઇ સ્થાનીક સ્વરાજ ની ચૂંટણીઓ ને લઈ પ્રચાર નો છોલ્લો દિવસ દરેક પક્ષ ના ઉમેદવારો મોટી સંખ્યામાં પ્રચાર ને આખરી ઓપ આપી મતદારો ને રિઝવામાં લાગય્યા છે. ડભોઇ તાલુકા પંચાયત ના 49 ઉમેદવારો જિલ્લા પંચાયત ના 11 અને નગર પાલીકા ના 95 ઉમેદવારો નું ભાવી આગામી 28મી ફેબ્રુઆરી મતદાન બાદ 2 માર્ચ ના દિવસે માલૂમ પડશે તે પહેલા ડભોઇ સીમળીયા જિલ્લા પંચાયાત ની સીટ ના પ્રબળ દાવેદાર એવા વકીલ અશ્વીન ભાઈ પટેલ તેમના વિસ્તાર ની તાલુકા પંચાયત ના ભાજપ ના ઉમેદવારો સાથે છેલ્લી ફેરની કરી હતી તો બીજી બાજુ થૂવાવી જિલ્લા પંચાયત ની સીટ માટે ભાજપ ના કલ્પનાબેન પટેલ સહિત ભાજપ પક્ષ ના ઉમેદવારો એ ફેરની કરી મતદારો ને રિજવા પ્રચાર કર્યો હતો તો સામા પક્ષો કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો એ પણ જોરો સોર થી પ્રચાર કર્યો હતો જ્યારે નગર પાલીકાના વોર્ડ નંબર 9 માં મિતેશ કુમાર પટેલ ઉર્ફે એમ.એચ.પટેલ , સહિત 9 વોર્ડ ના દરેક ઉમેદવારો દ્વારા રેલી યોજી પ્રચાર ને આખરી ઓપ આપ્યો હતો. પૂર્વ ધારાસભ્ય ના પુત્ર શહજાનંદ બાલક્રુષ્ણ પટેલ સિમળીયા સીટ ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી હોય ભાજપ સાથે બળવો કર્યા બાદ પૂર્વા ધારાસભ્ય બાલક્રુષ્ણ પટેલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો સામે ભાજપ તરફ થી ઉમેદવારી કરતાં અશ્વીનભાઈ પટેલ ને જીતાડવા માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એ રોડ શો યોજ્યો હતો.