ડભોઇ : છેલ્લા બે ચાર દિવસમાં 10 જેટલા કોરોના કેસો સામે આવ્યા

ડભોઇ તાલુકા સહિત નગર માં કોરોના કહેર યથાવત રીતે વધી રહ્યો છે છેલ્લા બે ચાર દિવસ માં 10 જેટલા કેશો સામે આવ્યા છે આરોગ્ય તંત્ર માથી મડતી વિગતો અનુશાર આશરે 75 ઉપર કેશો કોરોના ના આવી ગયા છે છતતા લોકો માં સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનેટાઇઝર માટે જાગૃતી લાવમાં તંત્ર સરેઆમ નિસફળ થઈ રહ્યું હોય છેલ્લા એક માસ માં વાધેલા કોરોના ના કેશો સામે વહીવટી તંત્ર અને પાલીકા તંત્ર માત્ર રસીકરણ વધારવા માં પડ્યું છે પણ કેશો માં ઘટાડો થાય લોકો સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરે તે માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોય આગામી સમય માં કોરોના કેશો વધવાની ભીતી સેવાઇ રહી છે.
ડભોઇ એક તરફ કોરોના કહેર વચ્ચે કેશો માં દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ વહીવટી તંત્રની નિસક્રિય કામગીરી સામે આવી છે નગર ના બજારો સહિત અનેક વિસ્તારો માં સોસિયલ ડિસ્ટન્સ નો સરેઆમ અભાવ જોવા મળી રહ્યો છે લોકો ને માસ્ક પહેરવા દંડનીય કાર્યવાહી તો દૂર સૂચના આપવા પણ અધીકારીઓ હવે બજાર માં નિકડતા નથી માત્ર ને માત્ર રશીકરણ વધારવા માટે ની કામગીરી માં લાગેલું વહીવટી તંત્ર ડભોઇ માં કોરોના સંક્રમણ ઘટવા કોઈ કાર્યવાહી હાથ ધરતું નથી. તો બીજી તરફ કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહયુ છે માર્ચ માસ ની 1 તારીખ થી અત્યાર સુધી માં કોરોના ના આશરે 75 જેટલા કેશો ડભોઇ નગર અને તાલુકામાં પોઝીટીવ આવ્યા છે આરોગ્ય તંત્ર માં પણ હાલ બે દિવસ પૂર્વે 2 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તેવામાં નગર માં સોસિયલ ડિસ્ટન્સ માસ્ક વિના લોકો ખુલ્લે આમ હરી ફરી રહ્યા હોય તંત્ર દ્વારા વહેલી તકે કડક પણે સરકાર ની ગાઈડ લાઇન નું પાલન કરવામાં આવે તો સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે નું આરોગ્ય તંત્ર નું માનવું છે. પાલીકા માં નવ નિયુક્ત નગર સેવકો સહિત વહીવટી તંત્ર સાથે રોજ બરોજ મિટિંગ રાખી માત્ર ને માત્ર રશીકરણ વધારવા માં જ ધ્યાન આપાઇ રહ્યું છે સંક્રમણ અટકાવવા જલ્દી પ્રયાસ હાથ ધરવા જોઈ નહિતો કોરોના સંક્રમણ વધવાની ભીતિ સેવાઇ રહી છે.