ડભોઇ : ડો.બાબા સાહેબ આંબેડકરજીની 130 મી જન્મ જયંતીની ઉજવણી

એક તરફ કોરોના કહેર વધતાં રાજ્ય સરકાર જાહેર કાર્યક્રમો અને મેળાવાડાઓ ઉપર પાબંધી લાગવામાં આવી છે તો બીજી તરફ ડભોઇ ભાજપ પક્ષ ના નેતાઓ અને કાર્યકરો દ્વારા રાજ્ય સરકારની અપીલ ને નજર અંદાજ કરી જાહેર કાર્યક્રમો કરી રહ્યા છે આજ રોજ ખેતીવાડી બજાર સમીતી પાસે ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 130 મી જન્મજયંતી ની ઉજવણી સમયે ભાજપ ના કાર્યકરોમાં સરેઆમ સોસિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળ્યો હતો.
દેશ ભર માં કોરોના ની બીજી લહેર ઘાતક સાબીત થઈ રહે છે ત્યારે રાજ્ય સરકાર મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગત રોજ રાજ્યમાં જાહેર મેળાવાડા અને રાજકીય કાર્યક્ર્મો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ પક્ષ ના કાર્યકરો જ સોસિયલ ડિસ્ટન્સ નું ઉલ્લંઘન કરતાં ડભોઇ માં નજરે પડ્યા હતા. પક્ષ દ્વારા તેમજ નગર પાલીકા દ્વારા આજ રોજ ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 130મી જન્મજયંતી ની ઉજવણી ના ભાગ રૂપ કાર્યક્રમ રાખાવામાં આવ્યો હતો જેમાં પક્ષ ના મોટા ભાગ ના કાર્યકરો સોસિયલ ડિસ્ટન્સ નું ભાન ભૂલ્યા હતા અને કેક કાપી તેમજ સાડી અને માસ્ક નું વિતરણ કરી ડો.બાબા સાહેબ આંબેડકરજી ની જન્મજયંતી ની ઉજવણી કરી હતી ત્યારે નગર માં લોકચર્ચા નો વિષય બની હતી કે સ્વૈચ્છીક લોકડાઉન અને સોસિયલ ડિસ્ટનસ તેમજ દંડ માત્ર આમ નાગરીક માટે જ છે પક્ષ દ્વારા સરેઆમ સોસિયલ ડિસ્ટનસ નું પાલન થતું ન હોય તંત્ર દ્વારા વહેલી તકે એક્શન લેવામાં આવે અને જાહેર કાર્યક્રમો ઉપર રોક લાગવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.