ડભોઇ : ડમ્પર ટ્રક એ ટક્કર મારતા ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે જ મોત

ડભોઇ વડોદરા રોડ ઉપર વડોદરા ખાતે અશોક લેલન છોટા ટેમ્પો નું સર્વીશ કરવા જતાં ડમ્પર ટ્રક એ ટક્કર મારતા ટેમ્પો ચાલક ને અકસ્માત નડતાં ટેમ્પો ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ડભોઇ પોલીસ ને ફરીયાદ થતાં ડભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ 44 શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા આશિષભાઈ દિનેશભાઈ કારોલીયા નાઓ નવો અશોક લેલન ટેમ્પો લીધો હોય જેની સર્વીશ અર્થે ડભોઇ થી વડોદરા જતાં હતા તે અરસામાં અચાનક પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે તુલસી હોટલ નજીક ટેમ્પો ને ટક્કર મારતા આશિષભાઈ ને માથાના તેમજ હાથે પગે ગંભીર ઇજાઓ થતાં દવાખાન લઈ જવાયા હતા પણ તેઓ નું દવાખાન લઈ જતાં પૂર્વે જ મોત નીપજયું હતું ડભોઇ પોલીસ ને આવત ની જાણ થતાં ડભોઇ પોલીસ દ્વારા તેમના ભાઈ રીકેનભાઈ દિનેશભાઈ કરોલીયા ની ફરીયાદ આધારે ટક્કર મારનાર ડમ્પર ટ્રક ચાલક વિરુધ્ધ ગુન્હો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.