ડભોઇ : નગરના સ્પા, સલૂન, જિમ, સહિત બાગ બગીચા બંધ

હાલ ચાલી રહેલ કોરોના મહામારી ને ધ્યાન માં રાખી રાજ્ય સરકાર દ્વારા તા.06 મે થી સમગ્ર રાજ્ય માટે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે જે અનુસંધાને ડભોઇ માં પણ તે ગાઈડ લાઇન નું પાલન કરવા પોલીસ તંત્ર ચુસ્ત પણે પાલન કરવી રહ્યું છે ગાઈડ લાઇન અનુશાર સમગ્ર રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ શિવાય શિક્ષણ, સહિત કોચિંગ સેન્ટર, સિનેમા ઘર, ઓડિટોરિયમ એસેમ્બલી હૉલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ ,સ્વીમિગ પુલઅને મનોરંજક સ્થળો બંધ રાખવા ગાઈડ લાઇન માં જણાવાયું હોય આજ રોજ ડભોઇ નગર ના સ્પા, સલૂન, જિમ, સહિત બાગ બગીચા બંધ રહ્યા હતા અને સરકાર ની નવી ગાઈડ લાઇન બહાર ન આવે ત્યાં સુધે બંધ રહેશે.
ડભોઇ પંથક માં કોરોના ની બીજી લહેર વચ્ચે કેશો વધી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્ય માં સરકાર દ્વારા બહાર પાડેલ ગાઈડ લાઇન તેમજ લોકો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્યા હોય ગાઈડ લાઇન અનુશાર સ્પા, સિનેમા થિયેટર, સલૂન, એસેમ્બલી હૉલ, જાહેર બાગ બગીચા, સહિત શૈક્ષણીક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરો બંધ રાખવા સરકાર દ્વારા જણાવાયું છે જે ને પગલે ડભોઇ નગર માં આજ થી સલૂન, સ્પા, બ્યુટી પર્લરો સહિત બાગ બગીચા બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોરોના સંક્રમણ અટકવા અને કોરોના ની ચેન તોડવા સરકાર દ્વારા બહાર પાડેલ ગાઈડ લાઇન નું ચુસ્ત પણે પાલન કરવા પોલીસ દ્વારા લોકો ને સૂચના અપાઈ રહી છે હાલ તો સ્પા, સલૂન, બ્યુટી પાર્લર, સહિત ની ડભોઇ ની આશરે 200 ઉપરાંત દુકાનો બંધ થઈ ગઈ હતી આગામી સરકાર ની ગાઈડ લાઇન ન આવે ત્યાં સુધી સલૂન, બ્યુટી પાર્લર, સહિત ની દુકાનો બંધ રહેશે. આ સાથે અન્ય વેપારીઓ સાંજે પાંચ વાગે બજારો બંધ કરશે શાકભાજી બજાર બપોરે 2 વાગે બંધ થશે નો નિર્ણય વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.