ડભોઇ : નર્મદા મંત્રી યોગેશભાઈ દ્વારા ચણવાડા કોવિડ કેર સેન્ટરની મુલાકાત

ડભોઇ સહિત ગ્રામ્ય સ્થર ઉપર કોરોના ના પોઝીટીવ કેસશો ખૂબ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરેક વિસ્તાર ના મંત્રીઓ ને પોતાના વિસ્તાર માં ફરી સ્થીતી નિરિક્સન કરવા માટે સૂચના આપવામાં આવી હોય આજ રોજ ડભોઇ રેફરલ હોસ્પિટલ સહિત દારૂલ ઉલમ કોવિડ કેર સેન્ટર વેગા તેમજ ચાંદોદ અને ચણવાડા કોવિડ કેર સેન્ટર ની નર્મદા મંત્રી યોગેશભાઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ પ્રસંગે સંબંધીત અધીકારીઓ સાથે જરૂરી વાત ચીત કરી દર્દીઓ માટે સવલતો માં વધારો થાય તે માટે સલાહ સૂચનો કર્યા હતા.
એક તરફ કોરોના ની બીજી લહેર રાજ્ય માં ઘાતક બની રહી છે રોજ બરોજ કોરોના દર્દીઓ માં વધારો થઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય સ્થરો અને તાલુકા સ્થર ઉપર સુવીધાઓ માં વધારો થાય તે હેતુ સાથે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના આદેશ અનુશાર રાજ્ય ના મંત્રીઓ એ વિવિધ વિસ્તારો અને આરોગ્ય તંત્ર સાથે બેઠક તેમજ કોવિડ કેર સેન્ટરો ની મુલાકાત લઈ દર્દીઓ માટે વધુ માં વધુ સવલતો ઊભી થાઈ અને મોટા શહેરો સુધી દર્દીઓ ને જવું ન પડે તે માટે ખાસ સવલતો ગ્રામ્ય અને તાલુકા સ્થર ઉપર ઉલબ્ધ મળી રહે તે માટે નિરિક્સન કરવા આદેશ અપાયા છે ત્યારે આજ રોજ ડભોઇ રેફરલ હોસ્પિટલ સાથે દારૂલ ઉલમ કોવિડ કેર સેન્ટર અને ચણવાડા તેમજ ચાંદોદ કોવિદ સેન્ટર ની મુલાકાત નર્મદા મંત્રી યોગેશભાઈ પટેલ દ્વારા લેવામાં આવી હતી તેમની સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ડી.ડી.ઑ કિરણભાઈ ઝવેરી, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નિલેષભાઈ પુરાણી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ દ્વારા સ્થાનીક અધીકારીઓ અને તબીબો સાથે રેફરલ હોસ્પિટલ અને કોવિડ સેન્ટરો ની મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે અધિકારીઓએ સાથે વાતચીત કરતાં મંત્રી યોગેશભાઈ પટેલ દ્વારા દારૂલ ઉલમ ખાતે વધુ 50 બેડ વધારવા તેમજ ઑક્સીજન ની સુવિધા માટે સલાહ સૂચનો કર્યા હતા તેમજ ધારાસભ્ય સાથે બેઠક કરી ધારાસભ્ય ની ગ્રાન્ટ માથી ડભોઇ માટે બે એમ્બુલન્સ નવી ખરીદવા માટે પણ સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે બીરેણભાઈ શાહ, અમિતભાઈ સોલંકી, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, ડો.સંદીપ શાહ તેમજ આરોગ્ય વિભાગ ના ડો.અજય સિંહ, સહિત વહીવટી તંત્ર પોલીસ વિભાગ પણ હાજર રહ્યું હતું. સાથે જ મુસ્લીમ બિરાદરો સાથે વાત ચીત કરતાં મંત્રી યોગેશભાઈ પટેલ દ્વારા રમઝાન માસ બાદ મુસ્લીમ બિરાદરો રશીકરન જાગૃતી લાવવા પ્રયાસ હાથ ધારે તે માટે અનુરોધ કર્યો હતો અને દરેક ને માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ સાથે રશી મૂકવા અનુરોધ કર્યો હતો.