ડભોઇ : રેલ્વે સ્ટેશન ખાતે 5 મજલી ઇમારતનું ગેરકાયદેસર બાંધકામ

ડભોઇ નગર માં છેલ્લા કેટાલય સમય થી ગેરકાયદેશર બાંધકામ માથું ઊચકી બેઠું છે તેવામાં અનેક વાર પાલીકા નું ધ્યાન દોરતા સ્થાનીકોની ફરીયાદો ને પાલીકા તંત્ર ધ્યાને ન લેતું હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે તેવામાં ડભોઇ રેલ્વે સ્ટેશન ખાતે વધુ એક અધિનયમ થી વિરુધ્ધ તેમજ પાલીકા ની કોઈ પણ પરવાનગી વિના 5 મજલી ઇમારત બની રહી હોય સદંતર ગેર કાયદેશર હોય સ્થાનીક ઈસ્માઈલ લાકડાવાલા આર.ટી.આઈ.થી માહિતી મંગાવી ગેરકાયદેશર બાંધકામ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ડભોઇ નગર માં આમ તો 3 મંજિલ થી ઉપર ઇમારત બનવા અધિનિયમ અનુશાર ગેરકાયદેશર છે તેવામાં ડભોઇ નગર માં અવર નવાર ગેરકાયદેસર બાંધકામ કરવા લોકો પાલીકા માથી મજૂરી લીધા વિના જ બાધકામ કરી દે છે તો બીજી તરફ ડભોઇ નગર માં જે રસ્તા ઉપર થી પહેલા કાર પસાર થઈ શકતી હતી ત્યાં હવે બાઇક પસાર કરવી પણ અગારી પડતી હોય તે રીતે દબાણ વધી રહ્યું છે ત્યારે હાલમાં જ ડભોઇ રેલ્વે સ્ટેશન રોડ ઉપર સલીમભાઈ જમાલભાઈ મીરચીવાળા અને સઇદ જમાલભાઈ મીરચીવાલા 5 મજલી ઇમારત ગેરકાયદેશર રીતે બનાવી રહ્યા હોય સ્થાનીક ઈસ્માઈલભાઈ લાકડાવાલા દ્વારા તેનો વિરોધ કર્યો હતો. અને આર.ટી.આઈ.દ્વારા ગેરકાયદેશર બાંધકામ થતું હોવાની માહિત મંગાવી પાલીકા માં 5 માસ પુર્વે રજૂઆત કરી પણ પાલીકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવમાં આવી નથી આ 5 મજલી ઇમારત બની તૈયાર થવા આવી ત્યારે ચીફઓફિસર એસ.કે. ગરવાલ ને પૂછતા તેમણે સપૂર્ણ ઇમારત ગેરકાયદેશર હોય આગામી સમય માં તેને તોડી પાડવા કાર્યવાહી પાલીકા દ્વારા કરવામાં આવશે નું જણાવ્યુ હતું સાથે સાથે જ તેમણે જણાવ્યુ હતું કે આ ઇમારત બનવા મકાન માલીક દ્વારા પાલીકા ની કોઈ પણ પરવાનગી લીધી ન હોવાની પણ કબૂલાત કરી છે, નગર માં ઠેર ઠેર બની રહેલા આવા ગેરકાયદેશર મકાનો અને બાધકમાં સામે પાલીકા તંત્ર ક્યારે એક્શન લેશે અને નગરના દબાણો દૂર કરશે ખરા તેવા સવાલો લોકો ના મન માં ઉઠી રહ્યા છે.