ડભોઇ : લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ડભોઇ જિલ્લા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ જવાનો ને બાતમી મળી હતી એક ડસ્ટન કાર ચાલક પોતાની ગાડી માં દારૂ નો જથ્થો લઈ છોટાઉદેપુર થી વડોદરા તરફ જવાનો છે જે આધારે લોકલ ક્રાઇમ બ્રાંક્ચ ના પોલીસ જવાનો પનસોલી ગામે વાહન ચેકિંગ મા હતા તે અરસામાં બાતમી આધાર ની ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતાં ગાડી ની ડેકકી માં તેમજ ગાડી ની નીચે અલગ ખાણું બનાવી દારૂ સંતાડી જતો હોય જેને ઝડપી પાડી રૂ.3,34,840નો મુદામાલ કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ ખાતે વડોદરા જિલ્લા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ જવાનો ને બાતમી મળી હતી કે ડસ્ટન ગાડી માં એક ઈસમ દારૂ લઈ છોટાઉદેપુર થી વડોદરા તરફ જવાનો છે જે આધારે પોલીસ જાવાનો વિજય કુમાર પૂનાભાઈ અને સિધ્ધરાજભાઈ સહિત કિરણભાઈ, અને મહેન્દ્રભાઈ નાઑ પનસોલી ગામ નજીક વાહન ચેકિંગ કરતાં હતા તે અરસામાં ડસ્ટન ગાડી નંબર જી.જે.06 એફ.ક્યૂ.8666 આવતા તેને રોકી તપાસ કરતાં તેની ડેકકી માથી વિલાયતી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો તો વધુ તપાસ કરતાં ગાડી ની ડેકકી નીચે અલગ ખાણું બનાવી દારૂ નો જથ્થો સંતાડી લઈ જતાં ડભોઇ ના નીલકુમાર વિજયભાઈ ભટ્ટ રહે બડીયાદેવ રોડ કંજરી ગામ ચોકડી હાલોલ હાલ રહે સવિતા પાર્ક સોસાયટી મકાન નંબર 18 નાઓ ને ઝડપી પાડી રૂ.29340નો દારૂ તેમજ બે મોબાઈલ રૂ.5500 અને ગાડી રૂ.300000 બધા મળી રૂ.334840નો મુદામાલ કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.