ડભોઇ : વઢવાણા સિંચાઇ તળાવ જોજવા ડેમના પાણી થી છલોછલ ભરાયું

ડભોઇ તાલુકાનું વિશાળ અને ઐતિહાસીક વઢવાણા સિંચાઇ તળાવ છોટાઉદેપુર ના જોજવા ડેમના આપની થી છલલો છલ ભરાયું ખેડૂતો માં આનંદ નો માહોલ પશુઓ ને પીવા અને રવીપાક માટે ખેડૂતો ને હવે પૂરતું સિંચાઇ નું પાણી મળી રહેશે.
ડભોઇ તાલુકા સહિત સંખેડા તાલુકાનાં 35 ગામો ને સિંચાઇ નું પાણી પૂરું પાડતું ગાયકવાડી સાસણ માં બનેલ વિશાળ 14000 હેક્ટર માં પ્રશરેલું વઢવાના સિંચાઇ તળાવ વઢવાના ગામે આવેલ છે. ચાલુ સાલ સિઝન માં વરસાદ ઓછો હોવાને પગલે ખેડૂતો ચિંતતાતુર બન્યા હતા અને ખેતી નો પાક નિષ્ફળ જવાને આરે હતો ઉપરવાસ માં ભારે વરસાદ ને પગલે છોટાઉદેપુર નો જોજવા ડેમ માં પાણીની આવક વધતાં જોજવાડેમ નું પાણી વઢવાણા સિંચાઇ તળાવ માં સરૂયાત થી જ ઠાલવતું આવ્યું હોય જેને પગલે ચાલુ સાલ પણ જોજવા ડેમમાં પાણીની આવક વધી હોય પાણી છોડાતા વઢવાણા સિંચાઇ તળાવ ભરાયું હોય જેને પગેલ સ્થાનીક ખેડૂતો માં ભારે આનંદ ની લાગની પ્રશરી છે છેલ્લા કેટલા સમય થી તળાવ ખાલી હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને વકીલ અશ્વીનભાઈ પટેલની સતત્ત નર્મદા નિગમ માં રજૂઆતો ને પગલે નર્મદા ના નીર થી તળાવ ભરી સિંચાઇ માટે પૂરતું પાણી ખેડૂતો સુધી પહોચાડવામાં આવતું હતું પણ હવે જ્યારે જોજવા માથી પાણી આવતા ની સાથે જ તળાવ ભરતા આગામી 1 રવી સિઝન નો પાક ખેડૂતો સહેલાઈ થી લઈ શકશે નું ખેડૂતો નું કહેવું છે જેને પગલે ખેડૂતોમાં ભારે આનંદ ની લાગણી પ્રશરી છે.