તા.29 જાન્યુઆરીથી શરુ થનારા બજેટ સત્રને લઇ લોકોને રાહતની આશા શું છે વાંચો

તા.29 જાન્યુઆરીથી શરુ થનારા બજેટ સત્રને લઇ લોકોને રાહતની આશા શું છે વાંચો

ભારતીય સંસદનું બજેટ સંસદ શરુ થવાનું છે ત્યારે પ્રથમ આવતીકાલથી  શરુ થનાર વેકસીનેશન બાદ બજેટને લઇ ઉતેજના શરુ થશે. સંસદનું બજેટસત્ર તા.29 જાન્યુઆરીથી પ્રારંભ થશે અને તા.1 ફેબ્રુ.ના રોજ કેન્દ્રીય બજેટ રજુ કરાશે.
સંસદના બજેટ સત્રનો પ્રથમ તબકકો તા.14 ફેબ્રુઆરી સુધી ચાલશે અને તા.15 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રીશેષ રહેશે અને ત્યારબાદનો બીજો તબકકો તા.8 એપ્રિલ સુધી ચાલશે. દેશમાં પ્રથમ વખત નાણાં મંત્રી નિર્મલા સિતારામન ડીઝીટલ બજેટ રજુ કરનાર છે. એટલે કે બજેટનું પ્રિન્ટીંગ નહી થાય અને તે ગેઝેટ ઉપર સીધુ આવી જશે. આ બજેટમાં ખાસ કરીને નાણામંત્રી આવકવેરાથી ઓટો ક્ષેત્ર સુધી મોટી રાહત આપે તેવી શકયતા છે.
નાણામંત્રી સમક્ષ બજેટમાં સામાન્ય લોકોના હાથમાં નાણાં આવી શકે તે માટે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કર્યા વગર ઈન્કમટેકસમાં સ્ટાન્ડર્ડ ડીડકશન વધારવાની ભલામણ કરાઈ છે અથવા તો કલમ 80 સીસીઈ હેઠળ હાલ જે રૂા.1.50 લાખની છૂટ મળે છે તે વધારીને રૂા.2.50 લાખ કરવા પણ માંગણી થઈ રહી છે.
2, ગોલ્ડ બોન્ડ સ્કીમને કેપીટલ ગેઈનના ટેક્ષમાંથી રાહત મળે તે માટે પણ જણાવાયું છે જેથી લોકો સોનાની સીધી ખરીદી કરતા બોન્ડમાં રોકાણ પસંદ કરશે.
3, નેશનલ પેન્શન સ્કીમમાં ઉપાડતા વખતે 60 ટકા રકમ પર ટેક્ષ છૂટ મળે છે અને બાકીની રકમ તેના ખાતેદારે એન્યુટી ખરીદવાની હોય છે અને તે ટેક્ષેબલ થઈ જાય છે. નેશનલ પેન્શન સ્કીમમાં 100 ટકા રકમ ટેક્ષ ફ્રી કરવા માટે માંગણી થઈ છે.
4, અનેક દેશોમાં ટેક્ષ ડીડકશનને કરદાતાની આવક તરીકે જોવામાં આવે છે અને તેના કારણે ટેક્ષ ગણતરીમાં વિવાદ ઉભો થાય છે તે પણ ઉકેલ આવે તે રીતે વિવાદનો અંત લાવવા માંગણી કરવામાં આવી છે.
5, ઉપરાંત કોઈ વ્યક્તિ કે કંપની એડવાન્સ ટેક્ષ ભરવાનું ચુકી જાય તો તેને પેનલ્ટી અને વ્યાજની રકમ ભરવી પડે છે તેના બદલે આ રકમ મોડેથી ચૂકવે તો તેને ટેક્ષની રકમ ગણીને વધારાની વસુલાત ન કરવા માંગણી થઈ છે.
6, નાણામંત્રીએ કોર્પોરેટ ટેક્ષમાં જે રાહત આપી છે તેને વધુ લંબાવવા અને વધુ રાહતની માંગણી કરાઈ છે.
7,દેશમાં કોરોના સંકટના કારણે લોકોનો આરોગ્ય ખર્ચ વધી ગયો છે અને તેથી આગામી બજેટમાં મેડીકલ એકસપેન્ડીચર અને આરોગ્ય વિમામાં મોટી છૂટછાટ મળે તેવી ધારણા છે.
8, લોકોને ટુરિઝમ ક્ષેત્રે આકર્ષવા અને ટ્રાવેલ બીઝનેસને વેગ મળે તે માટે ટ્રાવેલિંગ પરના જીએસટીને ઘટાડવાની તૈયારીમાં છે જેમાં સરકારી કર્મચારી જેવું એલટીસી દરેક નાગરીક માટે ટેક્ષ લાભમાં સમાવાશે અને વ્યક્તિદીઠ રૂા.36000 સુધીનો પ્રવાસ ટેક્ષ ફ્રી થઈ શકે છે.
9, મેડીકલ ઇન્સ્યોરન્સના પ્રીમીયમમાં પણ સરકાર ટેક્ષ રાહત આપી શકે છે. હાલ જે રૂા.25000 સુધીનું પ્રીમીયમ કરમુક્ત છે તે રૂા.1 લાખ સુધી લંબાવી શકાય છે અને તેમાં વ્યક્તિ આરોગ્ય ખર્ચ કરે અને જો વિમો ન હોય તો તેને ઉંમરની મર્યાદા વગર ખર્ચની કરમુકત મર્યાદા વધારવા તૈયારી છે. સરકાર લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષમાં પણ ફેરફાર કરી શકે છે.
10, દેશમાં પ્રદૂષણ નિવારવા માટે ઈ-વ્હીકલને વેગ આપવા સરકાર લાંબાગાળાની નીતિ અમલમાં મુકવાની તૈયારીમાં છે જેમાં આગામી બજેટમાં ઈલેકટ્રીક વાહનો જેમાં ખાસ કરીને કાર ઉપર આવકવેરા છૂટછાટ વધારી શકે છે. ઉપરાંત આ પ્રકારનાં વાહનો ખરીદવા માટે જે ધિરાણ લેવાય તેમાં રૂા.1.50 લાખ સુધીનું વ્યાજ કરમુક્ત થઈ શકે છે. ઈ-કારો ઉપર જીએસટી હાલ 5 ટકા છે ઉપરાંત ચાર્જીંગ સ્ટેશન પરનો જીએસટી 18 ટકામાંથી ઘટાડી 5 ટકા કર્યો છે.