દ્વારકા : ખંભાળિયામાં પેટ્રોલ ડીઝલ ભાવ વધારા ને લઇ વિરોધ પ્રદર્શન

દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખંભાળિયામાં પેટ્રોલ ડીઝલ ભાવ વધારા સહિતના મુદ્દે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો
પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ મુદ્દે દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીન ગજ્જન પાલ આંબલિયા, મુરૂભાઈ કંડોરિયા, એભાભાઈ કરમુર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી પેટ્રોલ ડીઝલ ભાવ વધારા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો ભા.જ.પા સરકાર દ્વારા અવાર નવાર અનેક વખત પેટ્રોલ ડીઝલ, ગેશ ઉપરાંત જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના બેફામ પણે ભાવોમાં વધારા મુદ્દે કોંગ્રેસના ધરણા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ભાવ વધારા વિરોધમાં ધરણાનો કાર્યક્રમ મહાત્મા ગાધીજી ની પ્રતિમાં જોધપુર ગેટ ખંભાળિયા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા