દ્વારકા : ખંભાળિયામાં સરકારી તાલુકા શાળા નં-4 ને સિલ કરાઇ

ફાયર સેફટી સાધનો મુદ્દે હાલ ખંભાળિયા નગર પાલિકા કડક હાથે કામ લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે નગર પાલિકાના ફાયર વિભાગે ખંભાળિયાની એક સરકારી શાળાને સિલ મારતા ભારે ચર્ચા જાગી છે
ખંભાળિયામાં આવેલી સરકારી તાલુકા શાળા નં-4 ને સિલ કરાઈ છે
તાલુકા શાળા નં-4 માં ફાયર એન.ઓ.સી ન હોવાથી નગર પાલિકા દ્વારા શાળામાં સિલ મરાયું છે શાળાઓમાં ફાયર સેફટી લોલમલોલ ચાલતું હોવાનું સામે આવ્યું છે
ખુદ સરકારી શાળાઓમાં જ ફાયર એન.ઓ.સી ન હોઈ શાળા સિલ મરાતા ચકચાર મચી છે સરકારી શાળાઓમાં ફાયર સેફટી એન.ઓ.સી ન હોવાના કારણે સરકારી તાલુકા શાળા નં 4 ને નગર પાલિકાની ફાયર વિભાગે સિલ કરતા ખંભાળિયામાં ભારે ચકચાર મચી છે અન્ય શાળાઓએ પણ એન.ઓ.સી મામલે સતર્ક રહેવું પડે તેવી નોબત આવી છે કડક હાથે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાતા શિક્ષણ વિભાગમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે સરકારી શાળાઓમાં ફાયર એન.ઓ સી ન હોવી એ પણ લાપરવાહી દર્શવતો કિસ્સો છે