દિવાળીમાં ફક્ત 50 રૂપિયામાં મુવી જોઈ શકાશે જાણો શું છે વિગત

દિવાળીમાં ફક્ત 50 રૂપિયામાં મુવી જોઈ શકાશે જાણો શું છે વિગત

 દિવાળી વેકેશનમાં લોકોને થીયેટર્સમાં આકર્ષવા માટે યશરાજ ફિલ્મસ - પી.વી.આર આઇનોકસ અને સિનેપોલીસ સાથે મળીને નિર્ણય કર્યો છે. કોરોના વાઇરસને કારણે માર્ચથી લોકડાઉન હતું જેને કારણે થિયેટર્સ બંધ હતાં. જો કે હવે 50 ટકા ઓકયુપન્સી સાથે થિયેટર્સ શરૂ કરવાની છુટ આપવામાં આવી છે પરંતુ લોકો હજી પણ થિયેટર્સમાં આવવા માટે ડરી રહ્યા છે અને કોઇ નવી ફિલ્મ પણ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી નથી આ કારણસર યશરાજ ફિલ્મસ દ્વારા તેમની 50મી એનિવર્સરીના સેલિબ્રેશન હેઠળ તેમની લાઇબ્રેરી થિયેટર્સ ચેઇનને ફ્રીમાં આપવામાં આવી છે. તમામ પ્રકારની ચર્ચા વિચારણા બાદ ફિલ્મની ટિકિટ પ્રાઇસ ફકત 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ વિષે માર્કેટીંગ અને મર્ચન્ડાઇસ વાઇસ પ્રેસીડન્ટ મનન મહેતાએ કહ્યું હતું કે યશરાજ ફિલ્મસમાં દર્શકોની ખુશી અને સંતુષ્ટિને પ્રાધાન્ય આપવામાં આવે છે. અમારા 50માં વર્ષના સેલિબ્રેશન દ્વારા અમે બિગ સ્ક્રીન સેલિબ્રેશનની પહેલ શરૂ કરી છે. દર્શકો હવે થિયેટર્સમાં કલાસીક અને આઇકોનિક ફિલ્મોને જોઇ શકશે। આ ફિલ્મોમાં કભી કભી, સિલસીલા, દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, દિલ તો પાગલ હૈ, વીર ઝારા, બંટી ઔર બબલી, રબને બના દી જોડી, એક થા ટાઇગર, જબ તક હૈ જાન, બેન્ડ વાજા, સુલતાન, મર્દાની અને દમ લગા કે હઇશા જેવી અનેક ફિલ્મો રિલીઝ કરવામાં આવશે।