દેશના બંદરોને સ્વાયયતા મળશે કે પછી ખાનગીકરણ થશે ? વાંચો

દેશના બંદરોને સ્વાયયતા મળશે કે પછી ખાનગીકરણ થશે ? વાંચો

દેશમાં દરિયાઈ માર્ગ દ્રારા ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધારો કરતા મહત્વના બંદરોનો વિકાસ વેગવંતો બનાવવા માટેના મેજર પોર્ટ ઓથોરીટી ખરડાને આજે રાજયસભાએ 84 વિરુદ્ધ 44 મતોએ પસાર કર્યો હતો જેનાથી કંડલા અને મુંબઈના જે.એન.પોર્ટ સહિતના મહત્વના બંદરોના સંચાલન જે હાલ ટ્રસ્ટ મારફત થાય છે. તે ટ્રસ્ટોને નિર્ણય લેવાની સ્વતંત્રતા તથા કામકાજમાં સ્વાયતતા મળશે.
નવો ખરડો મેજર પોર્ટ ટ્રસ્ટ એકટ 1963નું સ્થાન લેશે અને દરેક પોર્ટના સંચાલન માટે ખાસ બોર્ડ રાખવામાં આવશે. કેન્દ્રના શિપિંગ કોર્પોરેશનના મંત્રી મનસુખ માંડવીયાએ નવા ખરડાની ચર્ચામાં જવાબ આપતા કહ્યું હતું કે મુખ્ય બંદરોના સંચાલન માટે ટ્રસ્ટોને સ્વાયતતા આપવા આવતા દેશમાં આયાત નિકાસની કામગીરી અને જહાજની સુવિધાઓ વધશે અને આપણે વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે બંદરો બનાવી શકીશું જેનાથી વિકાસને વેગ મળશે.
નવા મેજર પોર્ટ ઓથોરીટી ખરડાને લઇ વિપક્ષોએ ખરડાને લઇ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ ખરડાથી સરકાર મુંબઈ બંદરોનું ખાનગીકરણ કરવા જઈ રહી છે.