ધ્રાંગધ્રા : બાવળી ગામે થી ગેરકાયદે એમ.બી.બી.એસ ડોક્ટર ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગામોમા નકલી ડોક્ટર નો રાફડો ફાટયો છે ત્યારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા એકા-એકા ગામો મા એસ.ઓ.જી પોલીસ દ્વારા નકલી ડોક્ટર ને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે ધ્રાંગધ્રા ના દુદાપુર, થળા સહિતના ગામો મા પોલીસ દ્વારા પકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામેથી ગેરકાયદે પ્રેક્ટિસ કરતો આશારામ હરિભાઈ તારબુદીયા નામનો શખ્સને ગેરકાયદે સારવાર કરતો હોવાથી માહીતી એસ.ઓ.જી પોલીસ ને મળી હતી જેથી સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે એ બાતમી ના આધારે ૧૦ હજાર થી વધુ ની દવાનો જથ્થો સાથે આશારામ હરિભાઈ તારબુદીયા ને ઝડપી પાડયો હતો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન એ સોંપી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હજીએ ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગામો મા ગેરકાયદે પ્રેક્ટિસ કરતા ડોકટર નો રાફડો ફાટયો છે ત્યારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી દ્રારા સતત ગેરકાયદે પ્રેક્ટિસ કરતા ડોકટર ને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે