ધોરાજી : જેતપુર રોડ તથા મેઈન બજાર વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર

ધોરાજી ના હાર્દ સમા વિસ્તાર એટલે કે જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવડ રોડ અને મેઈન બજાર જેવા અનેક વિસ્તારો મા ઘણા સમય થી રોડ રસ્તાઓ બિસ્માર હાલત મા પણ કોઈ નિરાકરણ આવેલ નથી જેતપુર રોડ પર તો રોજ ના હજારો ની સંખ્યામા નાના મોટા વાહનો ની અવરજવર થતી હોય છે આજ રીતે જમનાવડ રોડ જુનાગઢ રોડ અને મેઈન બજાર પણ ધમધમતો વિસ્તાર છે ત્યારે આ બધાજ વિસ્તારો ના મુખ્ય માર્ગો પર પાણી ફરીવળયા છે સામાન્ય વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર હાલત મા બની જાય છે ત્યારે વાહન ચાલકો ને સ્થાનિક દુકાનદારો ને સ્કુલે જતા વિદ્યાર્થીઓ ને અને અપડાઉન કરતા લોકો ને લોકો ને રસ્તાઓ બિસ્માર હાલત મા બની ગયા હોય જેથી ભારે તકલીફો વેઠવા નો વારો આવ્યો છે અને આ રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોય જેથી નાના મોટા અકસ્માતો ને ભય પણ સતાવી રહયો છે જેતપુર રોડ પર ના વેપારીઓ એ રોડ રસ્તાઓ ની મરામત કરવાની માંગ લઈને ચક્કાજામ પણ ઘણા સમય પહેલા કરેલ પણ ખાતરી આપ્યા બાદ પણ રસ્તાઓ ની મરામત ન થતા હાલ વેપારીઓ મા પણ રોષ વ્યાપી ગયો છે રસ્તાઓ ના ખાડાઓ મા વરસાદી પાણી ભરાવવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે આ ભરેલ વરસાદી જેતપુર રોડ ના વેપારીઓ ની દુકાનો મા પાણી ઉડે છે જેથી દુકાન ના માલિક ને માનસિક ત્રાસ પણ સહન કરવો પડે છે ધોરાજી ના લોકોએ તંત્ર ને અનેકો વખત રજુઆત કરાઈ છે પણ કોઈ નિકાલ ન થતા લોકો મા રોષ પણ જોવા મળેલ હતો ધોરાજી પણ ખાડાઓ નુ સામ્રાજ્ય બની ગયુ હોય તેવુ લાગી રહયુ છે સામાન્ય વરસાદ પડયા બાદ રોડ રસ્તાઓ ધોવાઇ જાય છે અને લોકો ને હાલાકી વેઠવાનો વારો આવે છે જેથી લોક માંગ છે તાત્કાલિક ધોરણે ધોરાજી ના રોડ રસ્તાઓ નુ સમાર કામ કરવામા આવે