ધોરાજી : પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઝડપાયેલ ઇંગલિશ દારૂનો કરાયો નાશ

જેતપુર નાયબ પોલીસ અધિક્ષક કચેરી હેઠળ આવતા પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઝડપાયેલ ઇંગલિશ દારૂનો અને બિયરના જથ્થાનો પાટણવાવ ગામ પાસે નાશ કરવામાં આવ્યો.
રાજકોટ જીલ્લાના જેતપુર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી હેઠલ આવતા ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જામકંડોરણા, પાટણવાવ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઝડપાયેલ ઇંગલિશ દારૂ અને બિયરના જથ્થાનો પાટણવાવ પાસે નાશ કરવામાં આવ્યો છે જેમાં અલગ-અલગ બ્રાન્ડની ઇંગલિશ દારૂની બોટલો અને બિયરના જથ્થાનો નાશ કરી કુલ રૂ. 1,35,97,648/- નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે.
આ નાશ કરવાની પ્રક્રિયામાં ધોરાજી પ્રાંત અધિકારી ગૌતમ મીયાણી, જેતપુર નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, રાજકોટ નશાબાંધી ઇન્સ્પેકટર, તેમજ ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જામકંડોરણા, પાટણવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઇ તેમજ પોલીસ કાફલો હજાર રહ્યો હતો અને જેસીબી તેમજ રોલરની મદદથી આ દારૂ-બિયરના જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો