ધોરાજી : ભાજપનાં ઉમેદવારોની જંગી બહુમતીથી જીત

ગુજરાત માં છ મહાનગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી જેમાં આજરોજ છ મહાનગરપાલિકાની ચુંટણી ની મતગણતરી કરવામાં આવી હતી જેમાં લગભગ જગ્યાએ ભાજપ નાં ઉમેદવારો ની જંગી બહુમતીથી જીત મેળવી હતી અને દરેક જગ્યાએ ભાજપ નાં ઉમેદવારો જીત્યા હતા જેથી સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા જશનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ધોરાજી નાં અવેડા ચોક ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે પણ જશન નો માહોલ જોવા મળ્યો હતો અને ભાજપ નાં કાર્યકરો આગેવાનો હોદ્દેદારો દ્વારા પહેલા મીઠું મોઢું કરવામાં આવેલ ત્યાર બાદ ફટાકડા ફોડી ખુશી વ્યકત કર્યો હતી અને ભાજપ નાં ઉમેદવારો ને પોતાનો કિંમતી મત આપીને ભાજપ નાં ઉમેદવારો ને આપવામાં આવેલ તેવાં મતદારોને ભાજપ વર્તી આભાર માન્યો હતો અને આગામી જીલ્લા પંચાયત તાલુકા પંચાયત મા પણ ભાજપ નો જવલંત વિજય મળશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો
આ કાર્યક્રમ માં વી ડી પટેલ , વિનુભાઈ માથુકીયા , વિઠ્ઠલ ભાઈ હીરપરા , લલિત વોરા , હિરા ભાઈ અંટળા , નીતિન જાગાણી , કૌશિક વાગડીયા , રાજુભાઈ બાલધા , ધીરૂભાઇ , અન્ય ભાજપ નાં આગેવાનો કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા