ધોરાજી : સુપેડી ગામે ભાજપ દ્વારા સભાનું આયોજન કરાયું

રાજકોટ જીલ્લાના ધોરાજીના સુપેડી ગામે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની ચુંટણી માટે સભાનું આયોજન કરવામાં આવ્યું.
ધોરાજીના સુપેડી ગામે ભાજપની સભામાં ગોરધનભાઈ જડપિયા,પ્રવીણભાઈ માકડીયા, વિ.ડી.પટેલ,મયુર સુવા,વિનુ માથુકીયા,વિઠ્ઠલભાઈ હિરપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ધોરાજીના સુપેડી જિલ્લા પંચાયતની સીટના ઉમેદવાર ધર્મિષ્ઠા બેન ડઢાણીયા અને ભાવુબેન બાબરીયા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગોરધનભાઈ જડપિયા એ જણાવ્યું કે આગામી 31 સીટોમાં ભાજપનો ભગવો લહેરશે.
સુપેડી ગામમા મોટાં નેતાઓ આગેવાનો કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ લોકો તેમજ કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી.