ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો

ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો

ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો, 72 વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 220 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે
ગ્રુપની તમામ શાળાઓનું પરિણામ 100 ટકા જાળવી રાખવાની પરંપરા આગળ વધી
સુરત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલે ફરી એક વખત શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. ગ્રુપની સ્કૂલોના 72 વિદ્યાર્થીઓએ એ 1 અને 220 વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવી એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં પણ 100 ટકા પરિણામની પરંપરા પણ આગળ વધાવી છે.
એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે
છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓનું બોર્ડમાં ખૂબ ઝળહળતું પરિણામ આવે છે. અને તેના માટે ધોરણ ૯ ના પરિણામના વધારે વિદ્યાર્થીઓની કેટેગરી બનાવીને તેમને આયોજનબદ્ધ રીતે શિક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓ અપનાવીને તૈયાર કરવામાં આવે છે. શિક્ષકો પણ ખૂબ જ ખંતથી વિધાર્થીઓને શિક્ષણ આપે છે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ મોડલ ટેસ્ટ, પ્રેક્ટીસ ટેસ્ટ વગેરે વિવિધ પ્રકારની પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓનો ગ્રોથ ચાર્ટ તૈયાર કરે છે અને નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ રેમેડીયલ વર્ગોની વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવે છે જેના પરિણામે શાળાનું ૧૦૦ % પરિણામ વર્ષોથી અમે મેળવી શક્યા છીએ .અદ્યતન ટેક્નોલોજીના સહારે ,એક્સપર્ટ ગાઇડન્સ ,વન-ટુ-વન કાઉન્સેલિંગ,પેરેન્ટ્સ મિટિંગ તેમજ કારકિર્દીલક્ષી અને વિવિધ વિષયોના સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરીને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો શાળાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ સ્ટ્રેટેજીકલી શાળાના આચાર્ય અને શિક્ષકો કામગીરી કરે છે અને તેના ફળ સ્વરૂપે બોર્ડમાં ખૂબ જ સરસ પરિણામ મેળવી શકાય છે.