નવસારી : ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જાહેરસભાને સંબોધી

સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે.
નવસારી વિજલપોર ની આગામી ૨૮ તારીખના રોજ યોજાનાર ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે પ્રચારો ના દોર શરૂ થઈ ગયા છે પણ સાથે સાથે રાજકીય પાર્ટીઓ પ્રચાર માં સોશ્યિલ ડિસ્ટન્સ કે માસ્ક નું ભાન ભૂલ્યા આમ આદમી પાર્ટી ના દ્વારા પણ કેટલાક વોર્ડમાં ઉમેદવારી નોંધવામાં આવી છે.ત્યારે આ ઉમેદવારો ના પ્રચાર અર્થે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ નવસારીના વિજલપોર અને જલાલપોર ખાતે જાહેરસભા ને સંબોધી હતી.જેમાં દિલ્હી ની અરવિંદ કેજરીવાલ સરકાર ની યોજનાઓ અને કામગીરી ને લોકો સમક્ષ મૂકી હતી. સાથેજ ભાજપ અને કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા હતા.