નવસારી : થાલા ગામે મહિલાની લાશ મળી આવવાનો મામલો

ચીખલીના થાલા ગામે આવેલ એક કોતરમાં એક મહિના આગાઉ એક મહિલાની લાશ ને પ્લાસ્ટીક ના પીપમાંથી મળી આવી હતી જેનો પોલીસે લાંબી તપાસ બાદ પોલીસે બે આરોપીને ઝડપી પાડયા છે.
ચીખલી તાલુકાના થાલા ગામે આવેલ રહેમનીયા સોસાયટીની સામે આવેલ એક કોતરમા એક પ્લાસ્ટીકના પીપમાં એક મહિલાની લાશ ગત ૨ સપ્ટેમ્બર ના રોજ મળી હતી જેની તપાસ પોલીસે હાથ ધરી હતી ત્યારે લાશ મળી એ જગ્યાની આજુબાજુમાં આવેલ સીસીટીવી ને ચેક કરતા એક ઈકો કાર નંબર જીજે-૧૫-એડી-૮૮૯૭ કાર શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી જેમાં આ કાર ધરમપુર તાલુકાના માંજપાડા ફળીયા ના રાકેશભાઈ મંગુભાઈ પટેલ ની હોવાનું જણાતા પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા તેનો મોટાપોઢા ખાતે રહેતા મિત્ર ઈન્દ્રજીત શ્રીલાલમણી ગૌતમ તેના ગામ યુપી જવાનો હોય જેને મુકવા આવવા માટે જણાવતા રાકેશ પટેલ તેના મિત્ર જે ભંડારકચ્છ કપરાડા ગામે રહેતા વલ્લભભાઈ મનુભાઈ માઢા ને લઈને મુકવા માટે ગયેલ હતા જેથી વલ્લભભાઈ માઢા ને પોલીસે પકડી એલસીબી નવસારી ખાતે લાવી પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર ઈન્દ્રજીત ગૌતમ ની પત્ની ની લાશને થાલા ગામે પલાસ્ટિક ના પીપમાં ફેંકી ને ત્યાથી ઈન્દ્રજીત ગૌતમ ને વ્યારા ખાતે મૂકી આવ્યા હતા તેના વતન જવા માટે રીતે ગુનાની કબૂલાત કરતા પોલીસે હાલ રાકેશ અને વલ્લભ ને ઝડપી પાડયા છે અને ઈન્દ્રજીત ને વોન્ટેડ જાહેર કરી તેના વતન યુપી ખાતે એક ટીમને મોકલી છે.