નવસારી : પ્રિમોન્સુન કામગીરીની ડાટ મારતી નગરપાલિકા આજે શરમમાં મૂકાઈ

પાલિકાના પ્રમુખ જે ગટરમાં પડ્યા હતા તે ગટરમાં આજે ફરી એક ગાય ખાબકી છે. પાલિકા તમામ ખુલ્લી ગટરો ઢંકાઇ ગઇ હોવાના બુફાળા મારે છે જ્યારે બીજી તરફ વિજલપુર ની મેઘવાળ સોસાયટી ની ગટરમાં આજે ગાય પડી જતાં ગૌરક્ષકો દોડીને બચાવવા પહોંચ્યા છે વિજલપુર નો તૂટેલો વિકાસ પાલિકાએ પણ અજમાવ્યો છે છતાં પણ ખુલ્લી ગટરો પર કોઈ પણ કાર્યવાહી કરવા પાલિકાનું તંત્ર નિષ્ફળ છે મહત્વનું છે કે ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે સરકાર ની ગાઈડલાઈન અનુસાર ગટરમાં ન ઉતરી શકવાને કારણે ફાયર ફાયટરો મજબુર બન્યા છે જોકે હાલ નવસારી વિજલપુર નગરપાલિકા આવી ખુલ્લી ગટરો નું સમારકામ ક્યારે કરશે તે હવે જોવું રહ્યું વિજલપુર એક એવો વિસ્તાર છે જ્યાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે ચોમાસા શરૂ થતા પહેલા જો આ તમામ ખુલ્લી ગટરો બંધ કરવામાં નહીં આવે તો શહેરીજનોએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવશે તો ખોટું નહીં ગટરની સમારકામની તૈયારી પૂર્ણ થઈ ગઈ હોવાની વાતો કરતી છે સ્થાનિકો ના જણાવ્યા મુજબ આ ખુલી ગટરનો પ્રશ્ન વર્ષો થી છે અને વારંવાર રાજુવાત કરવા માં આવી છે પણ કોઈ ધ્યાન નથી આપતું જો આ ખુલી ગટર માં કોઈ વ્યક્તિ પડે અને જીવ ગુમાવ નો વારો આવે તો એનો જવાબદાર કોણ